Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોજ 1 મુઠ્ઠી સેકેલા ચણા ખાવાથી દૂર થશે આ બીમારીઓ, આ સમયે ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદો

roasted chana
, બુધવાર, 27 ડિસેમ્બર 2023 (13:05 IST)
roasted chana

અનેકવાર દિવસમાં આમ જ મોઢુ ચલાવવા માટે આપણે રોસ્ટેડ ચણા ખાઈએ છીએ.  તેનો સ્વાદ ખૂબ સારો લાગે છે. તેથી તમને લગભગ દરેક પાસે આ સેકેલા ચણા મળી જશે. અનેક લોકોને તો રોસ્ટેડ ચણા એટલા ભાવતા હોય છે કે તેઓ રોજ દિવસમાં અનેકવારે તેનુ સેવન કરે છે. પણ શુ  તમે જાણો છો કે સેકેલા ચણા તમારા આરોગ્ય માટે કેટલા લાભકારી છે.  સેકેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને પ્રચુર માત્રામાં જોવા મળે છે.   હેલ્થ એક્સપર્ટના મુજબ એક સ્વસ્થ વ્યક્તિએ રોજ 50 થી 60  ગ્રામ સેકેલા ચણાનુ સેવન કરવુ જોઈએ.  ચાલો આજે આપણે જાણીએ કે સેકેલા ચણાને આપણા ડાયેટમાં સામેલ કરવાથી  આરોગ્યને કયા કયા ફાયદા થાય છે. 
 
કબજિયાતમાં આપે છે રાહત - કન્સ્ટીપેશનના દર્દીઓને રોજ 1 મુઠ્ઠી સેકેલા ચણાનુ સેવન કરવુ જોઈએ. સેકેલા ચણા ખાવાથી તમને આરામ મળશે. સાથે જ કબજિયાતને કારણે થઈ રહેલ સમસ્યાઓમાં પણ આરામ મળશે. 
 
વજન ઘટાડવામાં મદદરૂપ - જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો તો તમે સેકેલા ચણાને ડાયેટમાં સામેલ કરો. તેનુ સેવન કરવાથી તમને જલ્દી ભૂખ નહી લાગે. તેમા રહેલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે.  જેનાથી તમને ભૂખ જલ્દી લાગતી નથી. ઉલ્લેખનીય છે તેમા ઘણી માત્રામાં પ્રોટીન અને ફાઈબર જોવા મળે છે જે વજનને ઓછુ કરવામાં મદદરૂપ છે. 
 
લોહીની કમી કરે દૂર - જો તમારુ હિમોગ્લોબિન લેવલ ઓછુ છે તો ચણાનુ સેવન કરો. સેકેલા ચણામાં આયરન ભરપૂર માત્રામાં જોવા મળે છે જે લોહીની કમીને દૂર કરે છે. તેથી તેનુ સેવન કરવાથી શરીરમા લોહીની કમી દૂર થાય છે. 
 
ઈમ્યુનિટી કરે મજબૂત - રોસ્ટેડ ચણાનુ સેવન કરવાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. આવામાં જો તમે શિયાળાની ઋતુમાં બીમારીઓથી બચવા માંગો છો તો સેકેલા ચણાનુ સેવન કરો. આ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.  
 
ડાયાબિટીજ પેશેંટ માટે લાભકારી - સેકેલા ચણાનુ સેવન કરવાથી ડાયાબિટીઝ પેશન્ટ માટે પણ લાભકારી છે. સેકેલા ચણા ગ્લુકોઝને શોષી લે છે. જેવુ કે બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. આ કારણથી ડાયાબિટીસના રોગીઓએ સેકેલા ચણાનુ સેવન કરવુ જોઈએ. 
 
આ સમયે કરો સેવન  - સેકેલા ચણાને આમ તો ક્યારેય પણ ખાઈ શકો છો પણ જો તમે તેનુ સેવન સવારના સમયે કરો છો તો તેનાથી તમારા આરોગ્યને વધુ ફાયદો થશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અજમાના પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને પીશો તો શિયાળામાં ઝડપથી ઓછુ થશે વજન