ચોકલેટથી ઘટાડો હાર્ટએટેકની શક્યતા
જો તમે ચોકલેટ એ માટે પસંદ કરો છો કે આના સ્વાદે તમને દિવાના કરી મૂક્યા છે તો તમારે વધુ ખુશ થવાની જરૂર છે કારણ કે ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકની શકયતા ઘટે છે. જર્મનના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે જે લોકો રોજ 7.5 ગ્રામ ચોકલેટ ખાય છે તેમને 1.5 ગ્રામ ચોકલેટનુ સેવન કરનાર લોકો કરતા હૃદય રોગની શકયતા 39 ટકા ઓછી રહે છે.