Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આટલુ કરશો તો વધતી વયની અસર ચહેરા પર નહી દેખાય

આટલુ કરશો તો વધતી વયની અસર ચહેરા પર નહી દેખાય
નવી દિલ્હી. , સોમવાર, 8 ડિસેમ્બર 2014 (13:25 IST)
જેમ જેમ વય વધતી જાય છે શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા શરૂ થઈ જાય છે. બીમારીઓના ચપેટમાં આવવાની શરૂઆત થઈ જાય છે. પણ કેટલાક લોકો એવા હોય છે જે વધતી વયને માત આપી દે છે. વય તો વધે છે પણ તેમનુ શરીર જવાન રહે છે. આવા લોકો ખુદને ફિટ રાખવા માટે બિનજરૂરી કૈલોરીને પોતાના શરીરમાં જામવા નથી દેતા. કેટલીક એવી ટિપ્સ છે જેને અપનાવીને તમે વધતી વયની અસરથી શરીરને દૂર રાખી શકો છો.  

Yoga and Meditation
સવારનો નાસ્તો તમે જરૂર કરો. સવારનો નાસ્તો તમારા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ માટે તમે સ્પ્રાઉટ, ઓટ્સ, ફળ, શાકભાજી, દૂધ વગેરે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. આ ઉપરાંત સમય પર લંચ કરો. લંચમાં શાકભાજી દહી અને સલાદનો સમાવેશ કરો. આનાથી તમને આખો દિવસ કામ કરવાની એનર્જી મળી રહેશે. 
 
જો તમારે સવારે જલ્દી ઉઠવામાં સક્ષમ નથી તો તમે નિયમિત સમયે ઉઠો અને ફરવા જાવ. 30 મિનિટની વોક તમારે માટે ફાયદાકારી રહેશે.  એક્સરસાઈઝ, યોગા કે મેડિટેશન કરો. કાર્ડિયો કરો. તેનાથી તમારી વધારાની ચરબી ઓછી થશે અને તમે ફિટ રહેશો.  
 
ડિનરમાં હલકો ખોરાક લો અને ડિનર પછી તરત જ ક્યારેય સૂઈ ન જશો. થોડીવાર આંટા મારો અથવા સીઢી ચઢો ઉતરો. લિફ્ટની જગ્યાએ સીઢીઓનો ઉપયોગ કરવાથી સારી એક્સરસાઈઝ થઈ જાય છે.  પાણી ખૂબ પીવુ જોઈએ.  પાણી પીવાથી તમારા શરીરની અંદર જે દૂષિત પેય પદાર્થ છે તે બહાર નીકળી જશે અને તમે સ્વસ્થ રહેશે.  
 
તણાવ તમારા આરોગ્ય પર ખરાબ અસર નાખે છે. તેથી તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. તણાવ દૂર કરવા માટે તમારા મેડિટેશનની મદદ પણ લઈ શકો છો. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati