Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video ટ્રેલર લોન્ચ - પ્રેમ, દોસ્તી અને પારિવારિક સંબંધો વિશેની ફિલ્મ એટલે 'વિટામિન શી'

Video ટ્રેલર લોન્ચ - પ્રેમ, દોસ્તી અને પારિવારિક સંબંધો વિશેની ફિલ્મ એટલે 'વિટામિન શી'
, સોમવાર, 17 જુલાઈ 2017 (18:04 IST)
દરેક પુરુષોને જીવનમાં 'વિટામિન શી' એટલે કે મહિલાના આગમનની ખૂબ ઝંખના હોય છે તેમની સાથે પ્રેમમાં પડ્યા બાદ અમુક દિવસ સારું લાગે છે. પરંતુ થોડાં દિવસો બાદ એ પ્રિય પાત્ર તમને કોઈ જાતની સ્પેસ ન આપે તો કેવા હાલ થાય છે તેવું આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. વિટામિન શી એ કોમેડી અને ઈમોશન્સથી ભરપૂર લવ સ્ટોરી છે.

ઝીંદગીમાં દરેકે વ્યક્તિને કોઈને કોઈ પાર્ટનરની ઝંખના હોય છે પરંતુ જયારે તેને તે મનપસંદ પાત્ર મળી જાય ત્યારે શું થાય છે?? શું એ પ્રેમના સંબંધો તમારા જીવન છે કે પછી તમારી આઝાદી છીનવાઈ જાય છે અને તમે કેદ થઇ ગયેલ હોય તેવી લાગણી જન્માવે છે? તમારી લાઈફમાં મિત્રોનું મહત્વ કેટલું?? તમારા મિત્રો તમને હંમેશા સાચી સલાહ આપે છે કે પછી ક્યારેક ગેરમાર્ગે દોરી જાય છે? તમ એતમારા મિત્રો અને તમારી આજુ-બાજુ રહેલા તમે સંબંધોને કેટલું મૂલ્ય આપો  છો? કેટલું પ્રાધન્ય આપવું જોઈએ? મગજમાં ઉદ્ભવતા આ તામાં પ્રશ્નોના જવાબ એટલે "વિટામિન શી". આ એક સંપૂર્ણ પારિવારિક અને તમામ એજ ગ્રુપને સાંકળી લેતી હળવીફૂલ રોમાન્સ-કોમેડી ફિલ્મ છે.પાલનપુરના નવયુવાન, ફૈસલ હાશ્મીની આ ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે અને તેમણે પોતાના અનુભવો અને ફિલ્મ સંબંધિત જ્ઞાનનો તમે નિચોડ કાઢીને આ ફિલ્મ માટે પોતાનું  સર્વશ્રેષ્ઠ આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે, હાલ, ફૈસલ તેમની બીજી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જીગર એક ઇન્સ્યોરન્સ એજન્ટ છે અને તેને પોતાના માટે વિટામિન શીની તલાશ છે. આરજે ધ્વનિત (રેડિયો મિર્ચી) તરીકે આખા અમદાવાદનો લાડીલો એવો ધ્વનિત છેલ્લા 13 વર્ષથી પણ વધારે સમયથી વોઇસ ઓવર કરે છે અને આજે તેનો અવાજ ઘર-ઘરમાં પરિચિત બની ગયો છે. હવે, રેડિયો પર તેને સાંભળવાની સાથે-સાથે તે તમને સિલ્વર-સ્ક્રીન પર જોવા મળશે. ધ્વનિતનું એક આકહું અલગ જ પાસું તેના ઓડિયન્સને જોવા મળશે. આજે ધ્વનિતે ઘણી-બધી ફિલ્મો જોઈ છે અને તેના રીવ્યુ કરીને તેને મિર્ચી આપ્યા છે ત્યારે હવે તે ઍક્ટર ધ્વનિત તેની જનતા તેની ફિલ્મને કેટલા મિર્ચી આપે છે તે જાણવા ઘણા ઉત્સુક છે. મેહુલ સુરતીએ ગુજરાતી જનતાને ખુબ જ સુંદર સંગીત પીરસ્યું છે અને આ ફિલ્મનું સંગીત તેમના ચાહકો માટે ચેરી ઓન કેક જેવું સાબિત થશે. આ ફિલ્મના 2 ગીતો લોન્ચ થઇ ચુક્યા છે અને તે દર્શકોના દિલ જીતી રહ્યા છે.

પાલનપુરના સંજય રાવલ, એ ખુબ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે જેમણે ઘણાં-બધા પુસ્તકો લખ્યા છે. વર્ષ 2014માં તેમણે તક્ષશિલા એન્ટરટેઇન્મેન્ટ નામે પ્રોડશન હાઉસની સ્થાપના કરી હતી. પ્રોડ્યુસર તરીકે વિટામિન શી એ તેમની પહેલી ફિલ્મ છે. સંજય રાવલ એ મલ્ટી-ટાસ્કર છે અને સંપૂર્ણ ઉલ્લાસ સાથે તેઓ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પદાર્પણ કરી રહ્યા છે અને તેમની પ્રથમ ફિલ્મ વિટામિન શી ને બોક્સ ઓફિસ પર મોટા પાયે સફળ બનવવા તેઓ સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છે.


 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Birthday Katrina - પ્રીતિ અને આલિયા સાથે કટરીનાએ મનાવ્યો બર્થડે જુઓ તસ્વીરો