Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bank Strike: 10 લાખ કર્મચારી આજથી 2 દિવસની હડતાલ પર, સેલેરી આવવામાં થઈ શકે છે મોડુ

Bank Strike:  10 લાખ કર્મચારી આજથી 2 દિવસની હડતાલ પર, સેલેરી આવવામાં થઈ શકે છે મોડુ
, બુધવાર, 30 મે 2018 (11:16 IST)
સરકારી બેંક આજે અને આવતીકાલે(ગુરૂવાર) બે દિવસની હડતાલ પર છે. કરોડો સરકારી કર્મચારીઓ સાથે સાથે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા લોકો પર પણ આની અસર પડી શકે છે. હડતાલમાં લગભગ 10 લાખ કર્મચારી સામેલ થશે.  જે પોતાની સેલેરીમાં ફક્ત 2 ટકા વધારાના પ્રસ્તાવથી ખૂબ જ નારાજ છે. 
 
મહિનાના અંતના દિવસ હોવાને કારણે લોકોના પગાર બેંકમાં જમા થવા પર પણ આ હડતાલની અસર પડી શકે છે.  જેથી સામાન્ય નાગરિકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે.  હડતાલને કારણે અનેક બેંકોની શાખાઓના કામકાજ પર તો અસર પડશે જ સાથે જ ATM સેવા પર પણ અસર પડી શકે છે. 
 
યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન અંતર્ગત આવનાર તમામ 9 બેન્કના સંગઠનોએ બુધવારે અને ગુરુવારે બે દિવસ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. પાંચ મે ના રોજ યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ અને ઇન્ડિયન બેન્ક એસોસિએશન વચ્ચે યોજાયેલી બેઠકમાં બેન્ક કર્મચારીઓ માટે 2 ટકા વેતન વૃદ્ધિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સે ફગાવી દીધો હતો. તેના વિરોધમાં તમામ બેન્કો દેશવ્યાપી હડતાળ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

FIFA વર્લ્ડ કપ પહેલા જ મેસીએ માની હાર, આપ્યુ ચોંકાવનારુ નિવેદન