ગ્લોબલ ક સંકેતો વચ્ચે મંગળવારે શેરબજારની શરૂઆત સપાટ થઈ હતી. NSE નિફ્ટી 50 0.04% વધીને 25,288.70 પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ 9.80 અંક 0.01% ઘટીને 82,550 પર ખુલ્યો. વ્યાપક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 56 પોઈન્ટ ઘટીને 51,383.25 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, શ્રીરામ ફાઈનાન્સ, સિપ્લા અને ઓએનજીસી મુખ્ય લાભાર્થીઓમાં હતા, જ્યારે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેન્ક, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, કોલ ઈન્ડિયા અને એશિયન પેઈન્ટ્સ ઘટ્યા હતા.