Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

jio Effect: અંબાનીનુ 45 મિનિટનુ ભાષણ એયરટેલ, આઈડિયાને પડ્યુ મોંઘુ, શેરની કિમંતો ઘટી

jio Effect: અંબાનીનુ 45 મિનિટનુ ભાષણ એયરટેલ, આઈડિયાને પડ્યુ મોંઘુ, શેરની કિમંતો ઘટી
નવી દિલ્હી. , ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (17:55 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીંઝ લિમિટેડ(આર.આઈ.એલ)ના ચેયરમેન મુકેશ અંબાનીએ રિલાયંસ જિયોની સત્તાવાર લોંચની જાહેરાત કરી. રિલાયંસ સમુહે મોબાઈલ અને ઈંટરનેટ ઈંડસ્ટ્રીમાં 4જી સાથે ધમાકેદાર એંટ્રી કરી છે. અંબાની એજીએમમાં રિલાયંસ જિયોને લોંચ કરતા 45 મિનિટનુ ભાષણ આપ્યુ. આ દરમિયાન ભારતીય એયરટેલ, આઈડિયા સેલ્યુલર અને રિલાયંસ કમ્યૂનિકેશંસને ખૂબ નુકશાન થયુ. 
 
એયરટેલ અને આઈડિયાને 13,800 કરોડનુ નુકશાન થયુ. એયરટેલ,  આઈડિયા અને મુકેશના ભાઈ અનિલ અંબાનીના રિલાયંસ કમ્યૂનિકેશન્સન શેયર્સ આ દરમિયાન ક્રમશ : 6.57 ટકા, 9.57 ટઆ અને 6.31 ટકા ગબડી ગયા. બી.એસ.ઈમાં ભારતી એયરટેલના શેયરની કિમંતો 8.99 ટકા ઓછી થઈને 302 રૂપિયાના દર પર આવી ગઈ. બીજી બાજુ દેશની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની આઈડિયા સેલ્યુલરના શેયર પણ 9.09 ટકા ગબડીને 85 રૂપિયાના દર પર આવી ગયા. આ છેલ્લા 53 અઠવાડિયાનું સૌથી નીચુ સ્તર છે. 
 
ભારતી એયરટેલના શેરના મૂલ્યમાં આવેલ ઘટાડાને કારણે તેનુ બજાર પૂંજીકરણ 12000 કરોડ રૂપિયા ગબડી ગયુ. જ્યારે કે આઈડિયાનું બજાર પૂંજીકરણ 2800 કરોડ રૂપિયા નીચે આવી ગયુ. રિલાયંસ જિયો અત્યાર સુધીનુ દુનિયાનુ સૌથી મોટુ સ્ટાર્ટઅપ બની ગયુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનોખી સિદ્ધિઃ ચીખલી તાલુકાના દેગામની વેબસાઈટ લોંન્ચ