Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

ઉનાળામા લીંબુના ભાવ આસમાને, રૃા.૧૨૦ કિલો : લીલાં શાકભાજીના ભાવમાં ૨૦ ટકા સુધીનો વધારો

લીંબુના ભાવ
, શુક્રવાર, 4 મે 2018 (13:11 IST)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુનો વપરાશ વધ્યો છે ત્યારે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. લીંબુ પ્રતિ કિલોના રૃા.૧૨૦ના ભાવે બજારમાં વેચાઇ રહ્યાં છે. આ ઉપરાંત કોથમીર,બટાટા સહિતની શાકભાજીના ભાવમાં ય વધારો થયો છે જેના લીધે ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. ઉનાળાની આગ ઓકતી ગરમીમાં રાહત મેળવવા શહેરીજનોએ લીંબુ શરબતનો સહારો લેવો પડયો છે.છુટક બજારમાં લીંબુ ખરીદવા પોષાય તેમ નથી કેમકે,૩૦-૩૫ રુપિયે ૨૫૦ગ્રામનો ભાવ બોલાઇ રહ્યો છે.
webdunia

આ જ પ્રમાણે,૧૦ કિલો મળતાં બટાટાનો કિલોનો ભાવ રૃા.૨૫ સુધી પહોંચ્યો છે. બીજી તરફ,ડુંગળીના ખરીદનાર નથી કેમકે,તેનો ભાવ ગગડયો છે.રૃા.૮-૧૦ કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. આ ઉપરાંત ટામેટાં, મરચાં, ગલકાં, ગુવાર, ચોળી, કોબિજ, રિંગણ સહિતના લીલા શાકભાજીના ભાવમાં ય વધારો થયોછે. વેપારીઓ કહે છેકે, ઉનાળામાં આકાશમાંથી અગન વરસાવતી ગરમીને લીધે શાકભાજી બગડી રહી છે જેના લીધે ભાવમાં ઉછાળો આવ્યો હોવાનુ વેપારી કહી રહ્યા છે. હોલસેલ માર્કેટ કરતાં છુટક બજારમાં શાકભાજીના ભાવમાં જમીન આસમાનનો ફરક રહે છે.તકનો લાભ મેળવી છુટક બજારમાં વેપારી-લારીવાળા ભરપૂર નફો મેળવી લે છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત મોડેલની વાતો વચ્ચે એક વકિલની હત્યાને જંગલરાજ કહેવાય કે નહીં? - હાર્દિક પટેલ