રાજ્યની તેલ કંપનીઓ તરફથી દસમા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દૈનિક વધતા તેલના ભાવ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે ડીઝલનો ભાવ 32 થી 34 પૈસા વધ્યો છે, જ્યારે પેટ્રોલનો ભાવ પણ 32 થી 34 પૈસા વધ્યો છે.
દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ સર્વાધિક સ્તરે પહોંચી ગયા છે. આ બંને શહેરોમાં પેટ્રોલ તેના ઉચ્ચતમ સ્તરે છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 89.88 રૂપિયા થઈ ગઈ છે જ્યારે મુંબઇમાં તે લિટરદીઠ 96.32 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જાણો મુખ્ય મહાનગરોમાં કેટલો ભાવ છે
આઇઓસીએલ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત નીચે મુજબ છે.
સિટી ડીઝલ પેટ્રોલ
દિલ્હી 80.27 89.88
કોલકાતા 83.86 91.11
મુંબઇ 87.32 96.32
ચેન્નાઇ 85.31 91.98