Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફક્ત 5 રૂપિયામાં 60 કિમી. ચાલશે આ ઈલેક્ટ્રિક કાર

electric car
, સોમવાર, 11 એપ્રિલ 2022 (16:17 IST)
કેરળના કોલ્લમ જિલ્લામાં રહેતા એન્ટની જ્હોને પોતાના ઘરે ઇલેક્ટ્રિક કાર બનાવી છે. આ કારમાં 2-3 લોકો બેસી શકે છે અને એકવાર ફુલ ચાર્જ થયા બાદ તે 60 કિલોમીટર સુધી ચાલી શકે છે. એન્ટની જ્હોને તેને બનાવવા માટે માત્ર 4.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે.
 
વ્યવસાયે કરિયર કન્સલ્ટન્ટ જોન આ કારનો ઉપયોગ પોતાના ઘર અને ઓફિસ વચ્ચે મુસાફરી કરવા માટે કરે છે. પહેલા એન્ટની જોન ઈલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરતા હતા, પરંતુ સમયની સાથે તેમને એવી ઇલેક્ટ્રિક કાર જોઈતી હતી જે તેને વરસાદ અને તડકાથી બચાવી શકે.
 
2018 માં, તેણે ઇલેક્ટ્રિક વાહનો બનાવવા વિશે વિચારવાનું શરૂ કર્યું. એન્થોની દ્વારા બનાવવામાં આવેલી કારમાં 2 વ્યક્તિ સરળતાથી બેસી શકે છે. કારની બોડી ગેરેજ દ્વારા બનાવવામાં આવી હતી, પરંતુ તમામ વાયરિંગ એન્ટોની જ્હોને પોતે કર્યું હતું. એન્થોનીના ઘરના નામ પરથી આ કારનું નામ 'પુલકુડુ' રાખવામાં આવ્યું છે
 
માત્ર 5 રૂપિયામાં 60 કિમીની રેન્જ
 
કારમાં સ્ટિયરિંગ, બ્રેક્સ, ક્લચ, એક્સિલરેટર, હેડલાઇટ, ફોગ લાઇટ ઇન્ડિકેટર અને ફ્રન્ટ અને બેક વાઇપર્સ પણ છે. આ ઇલેક્ટ્રિક કારની રનિંગ કોસ્ટ પણ ઘણી ઓછી છે. તે માત્ર 5 રૂપિયાના ખર્ચે 60 કિલોમીટર સુધી દોડી શકે છે. તેની મહત્તમ ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક છે.
 
FADA ના ડેટા અનુસાર, દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં છેલ્લા નાણાકીય વર્ષમાં ટુવ્હીલર વાહનોના વેચાણમાં ત્રણ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 2021-22માં કુલ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)નું વેચાણ 4,29,217 યુનિટ્સ પર પહોંચ્યું હતું, જે નાણાકીય વર્ષ 2020-21માં 1,34,821 યુનિટથી ત્રણ ગણું વધારે હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર રીવરફ્રન્ટ પર ખસેડવા નિર્ણય લેવાયો, મંદિર માટે જગ્યા નક્કી કરવામાં આવી