Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આમ આદમીને માટે આવ્યા અચ્છે દિન, જરૂરી વસ્તુઓ પર No Tax

આમ આદમીને માટે આવ્યા અચ્છે દિન, જરૂરી વસ્તુઓ પર No Tax
, શુક્રવાર, 4 નવેમ્બર 2016 (10:42 IST)
ગુડસ અને ટેક્સ-જીએસટીના ચાર દરો પર સહમતિ બની ગઈ છે. તેમાં આમ આદમીને મોટી રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉંસિલે ગુરુવારે ચાર સ્તરીય જીએસટી દરનો નિર્ણય કર્યો છે. આ દરો હશે 1, 12, 18, 28 ટકા. ઉલ્લેખનીય છે કે એ પહેલા થયેલ કાઉંસિલની બેઠકમાં જી.એસ.ટી ટેક્સિઝ પર એકમત ન થઈ શકય. ઉલ્લેખનીય છે કે સરકારની યોજના છે કે જી.એસ.ટી ને પ્રથમ એપ્રિલથી લાગૂ કરવામાં આવે. 
 
 
જે વસ્તુઓ પર હાલના સમયે ઉત્પાદન કીંમત અને વેટ સહિત કુલ 30-31 ટકા ટેક્ષ લાગે છે તેના પર જીએસટી દર 28 ટકા રહેશે. સામાન્ય લોકોના સામાન્ય ચીજવસ્તુઓ પર જીએસટીનો દર 5 ટકા રહેશે. જીએસટીમાં 12 ટકા અને 18 ટકાના બે માનક દરો રહેશે. જેટલીએ વધુમાં કહ્યું, જીએસટી મારફતે કન્ઝ્યુમર મૂલ્ય સૂચકાંકમાં સમાવેશ ખાદ્યચીજવસ્તુઓ સહિત સામાન્ય વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેનાર 50 ટકા વસ્તુઓ પર કોઈ ટેક્ષ લાગશે નહીં.
 
અનાજ પર કોઈ ટેક્સ નહી 
 
ફાઈનાંસ મિનિસ્ટરે કહ્યુ કે સૈસથી થનારી ઈંકમનો ઉપયોગ સરકાર આ જ ફંડમાં કરશે. સાથે જ સૈસનો રિવ્યૂ ઈર્યલી બેસિસ પર કરવામાં આવશે.  આ સાથે જ જેટલીએ એલાન કર્યુ કે આમ આદમી દ્વારા ઉપયોગમાં કરવામાં આવેલ ખાદ્યાન પર કોઈ ટેક્સ નહી લાગશે. 
 
 
શુ થશે સસ્તુ અને શુ થશે મોંધુ 
 
સસ્તુ - અનાજ, ટેલીવિઝન, એયર કંડીશનર, ફ્રિજ, વોશિંગ મશીન 
 
મોંઘુ - લકઝરી કાર, પાન મસાલા, ગુટખા, સિગરેટ, તંબાકૂ, કોલ્ડ ડ્રિંક્સ 
 
શુ છે જીએસટી 
 
ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (જીએસટી) એક અપ્રત્યક્ષ કર છે. જીએસટીના હેઠળ વસ્તુઓ અને સેવાઓ પર એક સમાન કર લગાવવામાં આવે છે. જ્યા જીએસટી લાગૂ નથી. ત્યા વસ્તુઓ અને સેવાઓ પર જુદા જુદા ટેક્સ લગાવવામાં આવે છે. સરકાર જો આ બિલને 2016થી લાગૂ કરી દે છે તો દરેક સામાન અને દરેક સેવા પર ફક્ત એક ટેક્સ લાગશે. મતલબ વૈટ, એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના સ્થાને એક જ ટેક્સ લાગશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોઈની પણ સાથે ગઠબંધન કરવા તૈયાર, દરવાજા ખુલ્લા છે - અખિલેશ યાદવ