Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલ મુસાફરો માટે સારા સમાચાર, આઈડી પ્રુફ વગર જ બુક કરાવો તત્કાલ ટિકિટ

રેલ મુસાફરો માટે સારા સમાચાર, આઈડી પ્રુફ વગર જ બુક કરાવો તત્કાલ ટિકિટ
નવી દિલ્હી. , ગુરુવાર, 16 જુલાઈ 2015 (11:11 IST)
હવે રેલના તત્કાલ ટિકિટ માટે પીઆરએસ કાઉંટર પર આઈડી પ્રુફની ફોટોકોપી નહી આપવી પડે. ઈંટરનેટ દ્વારા બુકિંગમાં પણ આઈડી નંબર લખવાની જરૂર નહી રહે. યાત્રા દરમિયાન ચોક્કસ દસ આઈડી પ્રુફમાંથી કોઈ એક બતાડવુ પડશે. એક ટિકિટ પર એકથી વધુ મુસાફરો હોય તો કોઈ એકનું જ આઈડી પ્રુફ બતાડવુ પડશે. જો આવુ નહી થયુ તો બધા મુસાફરોને ટિકિટ વગરના માનીને  દંડ વસૂલવામાં આવશે.  રેલવે બોર્ડે વ્યવવસ્થાને એક સપ્ટેમ્બરથી લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે તત્કાલ ટિકિટની બ્લેકમેઈલિંગ રોકવા માટે રેલવેએ નિયમ લાગૂ કર્યો હતો કે બુકિંગ દરમિયાન યાત્રા કરનારા કોઈ એક વ્યક્તિનું ઓળખ પત્રની ફોટોકોપી આપવી પડશે  જેને મુસાફરી દરમિયાન સાથે રાખવુ અનિવાર્ય પણ હતુ. 
 
ઈ-ટિકિટ બુકિંગ દરમિયાન મુસાફરોને ઓળખ પત્રના નંબર અને તેની શ્રેણી અંકિત કરવી પડશે. આ સિસ્ટમથી પરેશાની થવા માંડી હતી. યાત્રા દરમિયાન મુસાફરોને બીજુ ઓળખ પત્ર બતાવાતુ તો ટીટીઈ તેમની પાસેથી દંડ વસૂલી લેતા. હવે રેલવે બોર્ડના ડાયરેક્ટર (પેસેંજર માર્કેટિંગ) વિરામ સિંહે આદેશ રજુ કર્યો છે કે પીઆરએસ કાઉંટર પર તત્કાલ ટિકિટની બુકિંગ માટે ઓળખ પત્રની ફોટો કૉપી આપવાની જરૂર નહી પડે.  ઈ-ટિકિટ માટે પણ આ વ્યવસ્થા બદલવામાં આવશે.  હવે આરક્ષણ ચાર્ટ પર પણ ઓળખ પત્રના નંબર નહી લખવામાં આવે.   મતદાતા ઓળખ પત્ર, પાસપોર્ટ પૈન કાર્ડ ડ્રાઈવિંગ લાઈસેંસ કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી રજુ સીરિયલ નંબર લખેલ ઓળખ પત્ર, શાળા કે કોલેજથી મળેલ ફોટોવાળુ ઓળખ પત્ર, રાષ્ટ્રીકૃત બેંકની ફોટોવાળી પાસબુક, ફોટોવાળુ ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ કેન્દ્ર અને રાજ્યુ સરકારના પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, સ્થાનીક ચૂંટણી અને પંચાયત પ્રશાસનની તરફથી રજુ ફોટો અને નંબરવાળુ ઓળખ પત્ર પણ મુસાફરી દરમિયાન રજુ કરી શકાશે.  

Share this Story:

Follow Webdunia gujarati