Gold Price today- ગોલ્ડ ખરીદવાવાળાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ સોનુ ખરીદવાના પ્લાન બનાવી રહ્યા છો તો અઠવાડિયાના પહેલા દિવસમાં ગોલ્ડના ભાવમાં ભારે ઘટાડો જોવ મળી રહ્યુ છે. આજે મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનુ અને ચાંદી બન્ને સસ્તા થઈ ગયા છે. તેની સાથે જ ગ્લોબલ માર્કેટથી મળી રહ્યા મંદીના સંકેતના કારણે ઘરેલૂ બજારમાં સોના તૂટી રહ્યો છે. MCX પર શરૂઆતી કારોબારમાં સોનું 59,000 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે. તે જ સમયે, આજે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આવો જાણીએ કે આજે સોનું કેટલું સસ્તું થઈ ગયું છે.
સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું?
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનાના ભાવમાં 0.60 ટકાની ગિરાવટની સાથે 59812 રૂપિયા દર ગ્રામાઅ લેવલ પર વેપાર કરી રહ્યો છે તેમજ ચાંદી 0.44 ટકા ઘસીને 74322 રૂપિયા દર કિલોના લેવલ પર પહોચી ગઈ છે.
સોનાના ભાવમાં આવશે તેજી
અમેરિકાએ ફેડ વ્યાજ દર માટે લીધેલ નિર્ણયના કારણે ગ્લોબલ માર્કેટમા અહીં મંદી દેખાઈ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 1.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે.