- ઘરેલુ હાજર બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 63,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
- ચાંદી વાયદા 72,038 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
Gold Price Today 4th March 2024 : સોના-ચાંદીની કિમંતોમાં સોમવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ એક્સચેંજ પર સોમવારે સવારે સોનુ ઘટાડા સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો. 5 એપ્રિલ 2024ની ડિલીવરી વાળુ સોનુ સોમવારે 0.16 ટકા કે 102 રૂપિયાના ઘટાડા સાથે 63,461 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતુ જોવા મળ્યુ. ઘરેલુ હાજર બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ (24ct gold price today)શુક્રવારે 350 રૂપિયા વધીને 63,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ગયા અઠવાડિયે સોનાની કિમંતોમાં 1218 રૂપિયાનો ભારે ભરકમ વધારો થયો હતો.
ચાંદીની કિમંતોમાં ઘટાડો
ચાંદીની ઘરેલુ વાયદા કિમંતોમાં પણ સોમવારે સવારે ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ એક્સચેંજ પર 3 મે 2024ના રોજ ડિલીવરીવાળી ચાંદી સોમવારે 0.33 ટકા કે 240 રૂપિયાના ઘટાદા સાથે 72,038 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતી જોવા મળી. બીજા અઠવાડિયે ચાંદીની કિમંતોમાં ફક્ત 86 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો હતો.
સોનાની વૈશ્વિક કિમંતોમાં ઘટાડો
સોનાના વૈશ્વિક ભાવ સોમવારે સવારે ઘટાડા સાથે ટ્રેડ કરતા જોવા મળ્યા. કોમેક્સ પર સોનુ 0.30 ટકા કે પછી 6.30 ડૉલરના ઘટાડા સાથે 2089.40 ડૉલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરતુ જોવા મળ્યુ. બીજી બાજુ સોનુ 0.10 ટકા કે 2.01 ડોલરના ઘટાડા સાથે 2080.91 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરતુ દેખાયુ