દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેવી 500-1000 રૂપિયાના નોટ બંધ કરવાની જાહેરાત કરી દેશમાં આ નિર્ણયને લઈને સેંકડો સવાલ ઉભા થયા. મતલબ હવે ઘરોમાં અને લોકો પાસે પડેલા 500-1000ની નોટનુ શુ થશે. શુ તેમની મહેનતની કમાણી નોટ હવે બેકાર થઈ જશે ? આવતીકાલે રાત્રે 12 વાગ્યા પછી 500-1000ના નોટ બંધ થઈ ચુક્યા છે અને આ નોટોની કિમંત માત્ર કાગળના ટુકડા જેટલી જ રહી ગઈ છે. આ પ્રકારના અનેક સવાલ તમાર મનમાં પણ ઉભા થઈ રહ્યા છે તો પરેશાન ન થાવ. અહી અમે તમને 500-1000 રૂપિયાની નોટ સાથે જોડાયેલી બધી માહિતી મળી જશે.
1. જેમણે તરત પૈસા જોઈએ અને 500-1000ના નોટ જ છે તો શુ કરશો ?
તમે તમારા 500-1000 રૂપિયાના નોટ બેંકોમાં કે પોસ્ટ ઓફિસમાં લઈ જાવ અને તરત પાન કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ કે સરકારી વોટર કાર્ડ જેવા ડૉક્યૂમેંટ બતાવીને તરત તમે તેના બદલે નવા નોટ લઈ શકો છો. જે હવે દેશમાં ચલણમાં છે.
2. કેવી રીતે બદલશો નોટ ?
30 ડિસેમ્બર 2016 સુધી કોઈપણ બેંકમાં જઈને જૂના 500 અને 1000 રૂપિયાના નોટ બદલી શકો છો.
3. મોટા નોટ સાથે નાના નોટનો એક્સચેંજ ક્યા સુધી થશે ?
મોટા નોટમાંથી નાના નોટનો એક્સચેંજ 10 નવેમ્બર મતલબ આવતીકાલથી 24 નવેમ્બર 2016 સુધી જ થઈ શકશે. મતલબ એક્સચેંજ માટે તમારી પાસે ફક્ત 15 દિવસ છે. પણ તેનાથી કોઈ પરેશાની નહી રહે. જો તમે 500-1000 રૂપિયાના નોટ જમા કરવા માંગો છો તો તમારી પાસે 30 ડિસેમ્બર 2016 સુધીનો સમય છે.
4. તમે કેટલા સમય સુધીના નોટ એક્સચેંજ કરાવી શકો છો ?
તમે એક દિવસમાં ફક્ત 4000 રૂપિયા સુધીના 500-1000 રૂપિયાના નોટને નાની નોટમાં બદલી શકો છો. મતલબ 10થી 24 નવેમ્બરની વચ્ચે તમે ફક્ત 60000 રૂપિયાના નોટ જ એક્સચેંજ કરીવી શકો છો.
5. 11 નવેમ્બરના રોજ એટીએમ ખોલ્યા પછી કેટલા પૈસા કાઢી શકાશે ?
18 નવેમ્બર સુધી રોજ એટીએમમાંથી ફક્ત 2000 રૂપિયા જ કાઢી શકાશે અને પછી તેની લિમિટ વધારી શકાશે. બીજી બાજુ બેંકમાંથી એક દિવસમાં 10000 રૂપિયા અને અઠવાડિયામાં થોડા દિવસ સુધી 20000 રૂપિયા સુધી કાઢી શકાશે. એટીએમ અને બેંકમાંથી પૈસા કાઢવાની સીમા ક્યારે વધશે હાલ નક્કી નથી. પણ માની શકાય છે કે નોટોની માંગ સામાન્ય આવ્યા પછી કેશ વિડ્રોલની સીમા વધારવામાં આવશે.
6. જરૂરી કામ માટે પૈસા ક્યાથી લાવવા
રેલવે સરકારી બસ કાઉંટર, એયરલાઈંસ, હોસ્પિટલ, એયરપોર્ટ અને પેટ્રોલ પંપ પર 500-1000 રૂપિયાના નોટ 11 નવેમ્બર અડધી રાત્ર સુધી ખરીદી કરી શકે છે. આ ઉપરાંત સરકારી ઑથરાઈઝ્ડ દૂધના બૂથ, ક્રિમિશન હાઉસ (શવદાહ ગૃહ) પર પણ આ નોટ 11 નવેમ્બરની અડધી રાત સુધી લઈ જવાશે તો તમારા જરૂરી કામમાં કોઈપણ પ્રકારની પ્રોબલેમ્બ નહી આવે. તમે બિલકુલ પરેશાન ન થશો.
8. જો 30 નવેમ્બર સુધી નોટ જમા નહી કરો તો શુ તમારા પૈસા ડૂબી જશે ?
નહી જો કોઈ કારણથી 30 ડિસેમ્બર સુધી 500-1000 રૂપિયાના નોટ જમા નહી કરાવી શક્યા તો 31 માર્ચ 2017 સુધીનો સમય છે. રિઝર્વ બેંક આ માટે જુદા સેંટર કે ઓફિસ નક્કી કરશે જ્યા જઈને તમે આ નોટ જમા કરાવી શકો છો. બસ કારણ બતાવવુ પડશે કે પહેલા કેમ જમા ન કરાવ્યા અને પેન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ બતાવવા પડશે.
9. કયારે બંધ રહેશે એટીએમ અને બેંક
9 અને 10 નવેમ્બરના રોજ એટીએમ બંધ રહેશે. 9 નવેમ્બરના રોજ બેંક બંધ રહેશે.
10. જૂના નોટ ક્યા સુધી અને ક્યા ઉપયોગમાં લેવાશે ?
11 નવેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી સરકારી હોસ્પિટલ, પેટ્રોલપંપ, હવાઈ ટિકિટ જેવા સ્થાન પર આ જૂના નોટ લઈ જવાશે.
11. કેમ લેવામાં આવ્યો આ નિર્ણય ?
કાળા નાણા પર શિકંજો કસવા માટે મોદી સરકારે આ ખૂબ જ મોટુ પગલુ ઉઠાવ્યુ છે. તો જેમની પાસે કાળા નાણા નથી. તેમણે ગભરાવવાની બિલકુલ જરૂર નથી. પીએમ મોદીએ પણ તમને વિશ્વાસ અપાવ્યો છે.
12. નવી નોટ સાથે જોડાયેલી માહિતી ?
આરબીઆઈએ સ્પષ્ટ કહ્યુ છે કે નવા નોટ 500 અને 2000 રૂપિયાના રહેશે. 10 નવેમ્બરથી આ નોટ બેંકોમાં આવી જશે તો તમે સહેલાઈથી જઈને નોટ લઈ શકો છો.