યાત્રીઓની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ અને અમદાવાદ-આગ્રા કેન્ટ માટે બે જોડી ઉનાળુ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
1. ટ્રેન નંબર 01906/05 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ [કુલ 18 ફેરા]
ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ દર મંગળવારે 02 ઓગસ્ટથી 27 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવે છે. અને ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ દર સોમવારે 01 ઓગસ્ટથી 26 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવે છે.
2. ટ્રેન નંબર 04166/65 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 18 ફેરા)
ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ દર ગુરુવારે 04 ઓગસ્ટથી 29 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવે છે. અને ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દર બુધવારે 03 ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવે છે.
3. ટ્રેન નંબર 04168/67 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ [કુલ 16 ફેરા]
ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ દર સોમવારે 08 ઑગસ્ટથી 26 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ - અમદાવાદ સ્પેશિયલ દર રવિવારે 07 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01905/01906, 04165/04166 અને 04167/04168 ના લંબાવેલા ફેરાનું બુકિંગ 26 જુલાઈ 2022 થી યાત્રી રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે.
ઉપરોક્ત ટ્રેનો સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.