Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના રાહત પેકેજ - નાણામંત્રીએ પીએફને લઈને કરી આ મોટી જાહેરાત, જાણો કોને થશે ફાયદો

કોરોના રાહત પેકેજ - નાણામંત્રીએ પીએફને લઈને કરી આ મોટી જાહેરાત, જાણો કોને થશે ફાયદો
, સોમવાર, 28 જૂન 2021 (20:38 IST)
કોરોના સંકટથી અર્થવ્યવસથાને ઉગારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કેટલાક મોટા એલાન કર્યા છે.જેમા આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો વિસ્તાર પણ સામેલ છે. આ  યોજનાને 1 ઓક્ટોબર 2020 થી લાગૂ કરવામાં આવી હતઈ. હવએ આ સ્કીમને વધારીને 31 માર્ચ 2022 સુધી કરવામં આવી  રહી છે. 
 
આ યોજના હેઠળ સરકાર 1000 કર્મચરીઓવાળી કંપનીઓમાં પીએફના એમ્પ્લોયર અને એમ્પલોઈ બંનેનો ભાગ કેન્દ્ર સરકાર ભરશે. સરકાર કર્મચારી કંપનીના  12%-12% PF ની ચુકવણી કરે છે. 
 
આ યોજના હેઠળ જો ઇપીએફઓ-રજીસ્ટર્ડ  સંસ્થાઓ આવા નવા કર્મચારીઓ લે છે જેઓ અગાઉ પીએફ માટે રજીસ્ટર્ડ ન હતા અથવા જેમણે તેમની નોકરી ગુમાવી છે, તો આ યોજના તેમના કર્મચારીઓને લાભ આપશે. 
 
કોને મળશે લાભ 
 
આ યોજનાનો લાભ  નવા કર્મચારીઓને મળશે. 15,000 રૂપિયાથી ઓછા માસિક પગાર પર  ઇપીએફઓ-રજિસ્ટર્ડ સંસ્થામાં રોજગાર મેળવવા માંગતા કોઈપણ નવા કર્મચારીને આનો લાભ મળશે. .15,000 થી ઓછા માસિક વેતન મેળવનારા ઈપીએફ સભ્ય જેમણે 01.03.2020 થી 30.09.2020 સુધી કોવિડ મહામારી દરમિયાન રોજગાર ગુમાવ્યો છે અને 01.10.2020થી અથવા ત્યારબાદ તેઓ નોકરી કરે છે, તેઓને પણ આ યોજનાનો લાભ મળશે.
 
કેન્દ્ર સરકર આપશે સબસીડી 
 
01.10.2020 પર અથવા તે પછી લાગેલા નવા કર્મચારીઓ સંબંધમાં બે વર્ષ માટે સબસિડી પુરી પાડશે. 
1000 કર્મચારીઓને રોજગારી આપનારી સંસ્થામાં કર્મચારીનું યોગદાન (પગારના 12%) અને એમ્પ્લોયરનું યોગદાન (પગારના 12%) કુલ પગારના 24%  સરકાર આપશે. 
1000 થી વધુ કર્મચારીઓની નિમણૂક  કરનારી સંસ્થામાં ફક્ત કર્મચારીના ઇપીએફ ફાળો (પગારના 12%) સરકાર દ્વારા આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની સમયમર્યાદા 2022 સુધી કરી