Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાંગ્લાદેશમાં વિવાદને કારણે ગુજરાતની ટેક્સ્ટાઈલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને મોટી અસર પહોંચશે

બાંગ્લાદેશમાં વિવાદને કારણે ગુજરાતની ટેક્સ્ટાઈલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને મોટી અસર પહોંચશે
, મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (13:49 IST)
બાંગ્લાદેશમાં અનામત વિરોધી અંદોલનના કારણે બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે અને આર્મીએ દેશનો હવાલો સંભાળ્યો છે. ભારતના પાડોશી દેશમાં ફેલાયેલી અશાંતિથી ગુજરાતની ટેક્સ્ટાઈલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની સંભાવના છે.

આ બંને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહીને અંદાજે રૂ. 800-1,000નો નિકાસ વેપાર થાય છે. કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે. કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સ્ટાઈલનું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાયઝ ઇન્ટરમીડીયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે. કેમેક્સિલના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂ.5,000 કરોડની નિકાસ થઇ હતી.દર મહિને અંદાજે રૂ.400-500 કરોડનો વેપાર થતો હોય છે. હાલ આ પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી નથી. રાજકીય સંકટના કારણે શિપમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે.

જે શિપમેન્ટ પોર્ટ પર છે તેમનું પણ અનલોડિંગ અટક્યું છે. કેમિકલ્સ ઉત્પાદકો હાલ કોઈ નવા ઓર્ડર પણ નથી લઇ રહ્યા અને બાંગ્લાદેશની મુલાકાત ન લેવા પણ જણાવ્યું છે. ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેનમેડ ફાઈબરનું પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે. સુરતથી દર મહીને અંદાજે રૂ.200 કરોડની નિકાસ થાય છે. હાલ મળતી વિગતો મુજબ બાંગ્લાદેશમાં 3,000થી વધુ ટેક્સ્ટાઈલ મિલો બંધ થઇ ગઈ છે. બાંગ્લાદેશ પરંપરાગત રીતે ભારતનું સ્પર્ધક રહ્યું છે. સસ્તી મજુરીના કારણે યુરોપ, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના ઓર્ડર ત્યાં જતા રહ્યા હતા. ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોનું માનવું છે કે, આ ક્રાઇસિસથી ગુજરાતને કોઈ ફાયદો થશે નહિ. ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ છે અને આયાત ઘણી ઓછી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીનગરમાં વિરોધ કરતાં ઉમેદવારોએ વરસાદી માહોલમાં રાત વિતાવી, સવાર પડતાં જ પોલીસ આવી