જો તમને અત્યાર સુધી એવુ લાગી રહ્યુ છે કે તમારુ એટીએમ કાર્ડ તમારા સેવિંગ એકાઉંટ સાથે ફ્રીમાં મળી રહ્યુ છે તો તમારે તેને ચેક કરવાની જરૂર છે. કારણ કે બેંક હવે એટીએમ કાર્ડના નામે કસ્ટમરોના ખિસ્સા કાપવા લાગ્યુ છે. ઉલ્લેખનીય છેકે કેટલીક બેંકોએ પોતાના એટીએમ કાર્ડના વાર્ષિક ચાર્જ વધારી દેવામાં આવ્યા છે. હવે લગભગ 100 રૂપિયાથી 950 રૂપિયા સુધીનો ચાર્જ એક વર્ષમાં ચુકવવો પડશે. તો હવે એ જાણવુ જરૂરી છેકે તમે કયા બેંકનુ એટીએમ કાર્ડ વાપરે એરહ્યા છે કે પછી તમારી પાસે કયુ કાર્ડ છે.
કયા એટીએમ કાર્ડ પર લાગશે ચાર્જ
આઈ.સીઆઈસીઆઈ બેંક પણ પોતાના એટીએમ કાર્ડ પર લાગનારા ચાર્જમાં ફેરફાર કરવાની ક હ્હે. આ પહેલા એટીએમ કાર્ડ પર શહેરમાં 150 રૂપિયા અને ગામડાઓમાં 99 રૂપિયાનો ચાર્જ લાગતો હતો.
એક્સિસ બેંકે પ્ણ પોતના એટીએમ કાર્ડ પર 350થી 950 રૂપિયાનો સુધીનો ચાર્જ લગાવ્યો છે. એક્સિસ બેંકે પણ પોતાના માસ્ટર કાર્ડ અને ટાઈટેનિયમ કાર્ડ પર 350 રૂપિયાથી લઈને 950 રૂપિયા સુધીનો ચાર્જ વધાર્યો છે. આ કાર્ડ્સ પર પહેલા 300 રૂપિયા ચાર્જ લાગી રહ્યો હતો.
એચડીએફસી બેંકે પોતાના એ.ટીએમ. કાર્ડ પર 150 રૂપિયાથી લઈને 750 રૂપિયા સુધી 7 જુદા જુદા ચાર્જ લગાવ્યા છે. રેગ્યુલર કાર્ડ પર 150 રૂપિયા, રૂપે પ્રીમિયમ કાર્ડ પર 150 રૂપિયા. પ્લેનિટમ કાર્ડ પર 750 રૂપિયા અને રિવાર્ડ કાર્ડ પર 500 રૂપિયા ચાર્જ લાગવાનો છે. જે પહેલા 150 રૂપિયા વાર્ષિક હતો.
ચાર્જિસ પર બેંકોનો તર્ક
તેનાથી કસ્ટમરને જ ફાયદો થશે. કેટલાક રિવોર્ડ પોઈંટ્સ જોડવામાં આવશે અને કેશ બૈંકની સુવિદ્યા આપવામાં આવશે. ચાર્જ પરથી નક્કી થાય છે કે કસ્ટમરને તેનાથી કેટલી સુવિદ્યા મળી રહી છે. ફોન બેકિંગ પર લાગનારો ચાર્જ પણ આ પૈસામાં જોડાય જશે. જ્યારે વેબસાઈટ પર જોવામાં આવ્યુ તો ફોન બેકિંગના ચાર્જ અલગથી કપાય રહ્યા છે. મતલબ અત્યાર સુધી ચાર્જ વધારવાનુ બેંકે કોઈ કારણ નથી બતાવ્યુ અને ન તો ચાર્જ મુજબ સુવિદ્યા આપી રહ્યા છે.