Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિલાયન્સ રિટેલમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ₹4,966.80 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ રિટેલમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ₹4,966.80 કરોડનું રોકાણ કરશે
નવી દિલ્હી, , શનિવાર, 7 ઑક્ટોબર 2023 (11:48 IST)
આરઆરવીએલની પ્રી-મની ઇક્વિટી મૂલ્ય રૂ. 8.381 લાખ કરોડ અંદાજવામાં આવ્યું  
ઈક્વિટી મૂલ્યની દ્રષ્ટિએ દેશની ટોચની ચાર કંપનીઓમાં રિલાયન્સ રિટેલનો સમાવેશ  
 
નવી દિલ્હી, ઑક્ટોબર 6, 2023: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ), અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ) ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની, 4,966.80 કરોડ રૂપીયાનું રોકાણ કરશે. આ સોદા દ્વારા, એડીઆઈએ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 0.59% ઇક્વિટી હસ્તગત કરશે. આ રોકાણ આરઆરવીએલ ના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર કરવામાં આવશે. જે રૂ 8.381 લાખ કરોડ રૂપીયાનો અંદાજ છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દેશમાં ઇક્વિટી મૂલ્યની દ્રષ્ટિએ ટોચની ચાર કંપનીઓમાં જોડાઈ છે. 
 
આરઆરવીએલ તેની સહાયક કંપનીઓ અને સહયોગીઓ દ્વારા, ભારતનો સૌથી મોટો, સૌથી ઝડપથી વિકસતો અને સૌથી વધુ નફાકારક રિટેલ બિઝનેસ ચલાવે છે. કંપનીના 18,500થી વધુ સ્ટોર્સ છે. કંપની ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના એકીકૃત નેટવર્ક સાથે 267 મિલિયન ગ્રાહકોને સેવા આપે છે. આરઆરવીએલ એ તેના નવા વાણિજ્ય વ્યવસાય દ્વારા 30 લાખથી વધુ નાના અને અસંગઠિત વેપારીઓને ડિજિટલ વિશ્વ સાથે જોડ્યા છે. જેથી કરીને આ વેપારીઓ તેમના ગ્રાહકોને વધુ સારી કિંમતે ઉત્પાદનો પ્રદાન કરી શકે.
 
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણકાર તરીકે એડીઆઈએ નું સતત સમર્થન અમારા સંબંધોને વધુ ગાઢ બનાવે છે. "વૈશ્વિક સ્તરે મૂલ્ય નિર્માણના દાયકાઓથી વધુના તેમના લાંબા ગાળાના અનુભવથી અમને લાભ થશે અને ભારતીય રિટેલ ક્ષેત્રના પરિવર્તનને વેગ મળશે." આરઆરવીએલ માં એડીઆઈએ નું રોકાણ એ ભારતીય અર્થતંત્ર અને અમારા વ્યવસાયની મૂળભૂત બાબતો, વ્યૂહરચના અને ક્ષમતાઓમાં તેમના આત્મવિશ્વાસનું વધુ પ્રમાણ છે.”
 
એડીઆઈએ ના પ્રાઈવેટ ઈક્વિટી ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી હમદ શાહવાન અલધહેરીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલે અભૂતપૂર્વ ગતિએ વિકાસ પામી રહેલા બજારમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. આ રોકાણ બજારોમાં પરિવર્તન લાવવાની અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે. અમે રિલાયન્સ ગ્રૂપ સાથે ભાગીદારી કરીને અને ભારતના ગતિશીલ અને ઝડપથી વિકસતા ગ્રાહક ક્ષેત્રમાં અમારું રોકાણ વધારવામાં ખુશ છીએ
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

500 કરોડ આપો, બિશ્નોઈને છોડો... વડાપ્રધાન મોદીને મેલ પર કોણે ધમકી આપી?