Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Women Equality Day - કેમ ઉજવાય છે મહિલા સમાનતા દિવસ, જાણો રસપ્રદ વાતો

Women Equality Day - કેમ ઉજવાય છે મહિલા સમાનતા દિવસ, જાણો રસપ્રદ વાતો
, ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (10:12 IST)
મહિલા સમાનતા દિવસ એટલે વુમન ઈક્વાલિટી ડે. જેને આજે એટલે કે 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. ભલે કાયદાની નજરમાં મહિલાઓ અને પુરુષોને સમાન અધિકારો મળતા હોય, પરંતુ સમાજમાં હજુ પણ લોકો મહિલાઓ પ્રત્યે બેવડી માનસિકતા ધરાવે છે. આજે પણ તેમને પુરૂષો સમાન અધિકારો મળ્યા નથી. પણ શું તમે જાણો છો કે કયા દેશે સૌ પહેલા મહિલાઓના સમાનતાના અધિકારની વાત કરી હતી ? અમેરિકાની મહિલાઓએ મહિલાના સમાન અધિકાર વિશે સૌ પહેલા વાત કરી હતી. અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર પણ નહોતો. 50 વર્ષ સુધી લડ્યા પછી, અમેરિકામાં મહિલાઓને 26 ઓગસ્ટ 1920 ના રોજ મત આપવાનો અધિકાર મળ્યો. આ દિવસને યાદ કરીને મહિલા સમાનતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 
 
અમેરિકામાં આ દિવસને મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લિંગ સમાનતાનો મુદ્દો માત્ર અમેરિકાની સમસ્યા નથી. ઘણા દેશો આ અસમાનતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યાં આ અંગે લોકોની માનસિકતા બદલવાની જરૂર છે. અમેરિકાની સાથે સાથે મહિલા સમાનતાનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય બની ગયો છે. આ દિવસ ભારતમાં પણ ઉજવવામાં આવે છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

અમેરિકામાં મહિલા અધિકારો માટેની લડાઈ 1853 માં શરૂ થઈ હતી. જેમાં પ્રથમ વિવાહિત મહિલાઓએ મિલકત ઉપર અધિકારોની માંગણી શરૂ કરી હતી. તે સમયે અમેરિકામાં મહિલાઓની હાલત આજે જેવી નથી. મત આપવાના અધિકારની લડાઈમાં મહિલાઓ 1920 માં જીતી હતી. સાથે જ  ભારતમાં પણ, મહિલાઓને માત્ર બ્રિટિશ શાસન દરમિયાન મત આપવાનો અધિકાર મળ્યો. અમેરિકામાં 26 ઓગસ્ટ મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે પછી તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉજવણી શરૂ કરી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પનીર ખાવાથી યાદશક્તિ અને એકાગ્રતામાં વિકાસ હોય છે