Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ટિપ્સ અપનાવીને થોડા જ સમયમાં મેળવો Pink Lips

આ ટિપ્સ અપનાવીને થોડા જ સમયમાં મેળવો Pink Lips
, ગુરુવાર, 11 જૂન 2020 (14:29 IST)
ચેહરાને ખૂબસૂરત બતાવવા માટે હોઠોની સુંદરતા ખૂબ મહત્વની છે. જો હોઠ કાળા ડાર્ક હશે તો ચેહરો ભદ્દો દેખાશે. હોઠનુ કાળાપણુ કે ડાર્ક થવાને કારણે અનેકવાર રૂટીન ભૂલ થાય છે.  જેને પિંક શેડ આપવા માટે છોકરીઓ અનેક પ્રકારના પ્રોડક્ટ્સ ઉપયોગ કરે છે.  પણ આ માટે સાઈડ ઈફેક્ટ પણ હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારા હોઠ નેચરલી પિંક અને મુલાયમ દેખાય તો તમારી એ ભૂલમાં સુધાર કરવો પડશે અને કેટલીક ટિપ્સ ફોલો કરવાની જરૂર છે. આવો જાણી કઈ કંઈ ટિપ્સને ચૂઝ કરીને પિંક લિપ્સ મેળવી શકો છો. 
 
1. તાપથી બચાવો - જે રીતે ચેહરાને તાપથી બચાવવા માટે સમસ્ક્રીન યૂઝ કરવામાં આવે છે. એ જ રીતે લિપ્સને પણ તાપથી પ્રોટેક્શનની જરૂર હોય છે. આ માટે SPF વાળો એક સારો લિપ બામનો ઉપયોગ કરો. આ હોઠને ડાર્ક થતા બચાવે છે અને તેની સુંદરતા કાયમ રાખે છે. 
 
2. સ્ક્રબની લો મદદ - ધૂળ માટેને કારણે સ્ક્રબ ફક્ત સ્કિન જ નહી હોઠ પર પણ ગંદકી જામવા લાગે છે જેને સ્ક્રબ ન કરવાઅથી કાળા પડે છે. જો તમે ઈચ્છો છો કે તમારી લિપ્સ પિંક રહે તો મધ અને ખાંડ મિક્સ કરીને હોઠ સ્ક્રબ કરો. 
 
3. હાઈડ્રેટ કરવુ ન ભૂલો - સુંદર અને ગુલાબી  હોઠ માટે તેને હાઈડ્રેટ કરવુ ન ભૂલશો. આ માટે હાઈડ્રેટિંગ પ્રોપર્ટીઝવાળા લિપ બામ કે લિપસ્ટિક  હોઠ પર એપ્લાય કરો. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા હોઠ પર બદામ તેલ લગાવીને મસાજ કરો. 
 
4. સ્મોકિંગ ન કરો - હોઠના કાળા થવાનુ સૌથી મોટુ કારણ હોય છે સ્મોકિંગ. તેનાથી હોઠ પર સિગરેટમાં હાજર નિકોટિન અને ટાર જમા થવા માંડે છે.  જેનાથી હોઠ ધીરે ધીરે કાળા પડવા માંડે છે.  તેથી સ્મોકિંગથી દૂર રહો. 
 
5. આર્યનયુક્ત ખોરાક લો - શરીરમાં આયરનની કમી થતા લિપ્સનો કલર ડાર્ક થવા માડે છે. આ પ્રોબ્લેમ પ્રેંગનેટ મહિલાઓને વધુ થાય છે.  આ માટે ડાયેટમાં આયરનયુક્ત આહાર બીન્સ, ઈંડા, દાળ, બ્રાઉન રાઈસ અને કિશમિશ વગેરેને સામેલ કરો. આ માટે ડોક્ટરની સલાહ જરૂર લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Blood Donour Day- રક્તદાન કરવાના 5 ફાયદા