ઉનાડામાં તીવ્ર તડકાના સંપર્કમાં આવવાથી સ્કિન સંબંધી સમસ્યાઓ થવી સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે સ્કિન કેયરમાં ખાસ વતુઓ ઉપયોગ કરવાની જરૂર હોય છે. તેમજ છોકરીઓ દિવસના સમયે તો
ચેહરાની દેખભાલ સારી રીતે કરી લે છે પણ સૂતા પહેલા તેના પર વધારે ધ્યાન નહી આપતી. તેના કારણે સ્કિન સમયથી પહેલા વૃદ્ધ અને બેજાન નજર આવવા લાગે છે. તેથી આજે અમે તમાઅરા માટે નેચરલ
વસ્તુઓથી તૈયાર નાઈટ ક્રીમ Night Cream બનાવવો શીખડાવે છે. માત્ર આ ક્રીમને લગાવીને તમારા ચેહરા પર બેદાગ નિખાર આવશે.
સામગ્રી
બદામ-15-16
ગુલાબજળ- જરૂર પ્રમાણે
વિધિ
- એક વાટકીમાં ગુલાબજળ નાખી તેમાં બદામ રાતભર પલાળી.
- સવારે ગુલાબજળથી જુદા કરીને છીલી લો.
- હવે બીજી વાટકીમાં ફરીથી ગુલાબ જળ લો
- પછી બન્ને વસ્તુઓને મિક્સીમાં વાટી લો
- હવે તૈયાર મિશ્રણને ચાલણીથી ગાળી લો.
- તમારી નાઈટ ક્રીમ બનીને તૈયાર છે.
- તેને ફ્રીજમાં સ્ટોર કરી લો. તેને તમે 8-10 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો.
- નોંધ - તમે ચાલણી પર આવેલા પેસ્ટ કોઈ પણ ફેસપેકમાં મિક્સ કરી શકો છો.
આ રીતે કરો ઉપયોગ
સૌથી- પહેલા ચેહરાને ગુલાબજળથી સાફ કરો.
-પછી તે નાઈટ ક્રીમને 5-10 મિનિટ સુધી મસાજ કરતા ચેહરા પર લગાવો.
- રાતભર તેને લગાવી રહેવા દો.
- સવારે ચેહરા ધોઈ લો.
-ડેલી રૂટીનમાં આ ક્રીમને લગાડો
ફાયદો
- આ એંટી એજિંગનો કામ કરશે કરચલીઓ ઓછી થવામાં મદદ મળશે.
- આંખ નીચેના ઘેરા દૂર થશે.
- પિંપ્લ્સ, ડાઘ સાફ થઈને ચેહરા પર ગ્લો આવશે.
- સ્કિન ટોન સાફ થઈને ચેહરા પર ગુલાવી નિખાર આવશે.