Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 દિવસમાં Glowing Skin આ 3 સરળ રીત

1 દિવસમાં Glowing Skin આ 3 સરળ રીત
, બુધવાર, 5 મે 2021 (11:05 IST)
તહેવારમાં મહિલાઓ સુંદર રીતે તૈયાર થવા માટે સુંદર ત્વચા જરૂરી છે પણ પરિવાર અને કામની દુનિયાથી પોતાના માટે સમય કાઢવાનો ભૂલી જાય છે. તેથી ત્વચામાં એકદમ બેજાન થઈ જાય છે અને સૂકી થઈ 
જાય છે. તો એક દિવસમાં તમારી ત્વચાને પણ બનાવશે ચમકતી આ ટીપ્સ 
1. પેક- પેક તમે તમારા ચેહરાની સાથે પગ અને ગરદન પર પણ લગાવી શકો છો તેનાથે એક વારમાં જ બધી ટેનિંગ દૂર થશે. 
આ રીતે બનાવો ઉબટન- 1 ચમચી ચણાનો લોટ, 2 ચમચી લોટ, અડધી ચમચી મલાઈ, 2-3 કેસર દોરા, 1 ચમચી ઑલિવ ઑઈલ, અડધી ચમચી હળદર, 1 ચમચી ગુલાબજળ હવે તેન હળવુ-હળવુ પાણી નાખી મિકસ કરી લો. જો તમને ઉબટન કે પેક લગાવવામાં પરેશાની થઈ રહી છે તો તમે થોડો મીઠો તેલ મિક્સ કરી લો. ઉબટન પછી ઑલિવ ઑયલથી માલિશ કરી લો. તેનાથી તમારી ચમક જાણવી રહેશે. તે પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. 
 
2. બેસન અને દહીં - આ તમારી ત્વચાનો રંગ પણ સાફ કરશ અને ટેનિંગ પણ કાઢવામાં મદદ કરશે. 
આ રીતે બનાવો 
 
2 ચમચી ચણાના લોટમાં, 2 ચમચી દહીં તમે થોડો ગુલાબજળ પણ મિકસ કરી શકો છો. આ તમારા ચેહરાને ઈંસ્ટેંટ ગ્લો આપવામાં મદદ કરશે. તેને લગાવ્યાના 15 મિનિટ પછી તમે ઠંડા પાણીથી ધોઈ લો.  
 
3. દહીં અને મધ- જો ગરમીંમાં તમારી સ્કીન સૂકી રહી છે તો તમે આ ફેસપેક તમારા માટે સૌથી સારું છે. 
આ રીતે બનાવો- 3 ચમચી દહીં અને 1 ચમચી મધ મિકસ કરી તેને લગાવી લો. 15 મિનિટ પછી હળવા હાથથી તેને મસલી લો. પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ લો અને માઈશ્ચરાઈજર ક્રીમ લગાવી લો. આ તમારી ત્વચાને ખૂબ સ્મૂદ બનાવશે.     
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Camphor Health tips- જાણૉ કપૂરના ચમત્કારિક ફાયદા