સુંદર અને ચમકતો ચેહરા કોણ નહી ઈચ્છે પણ તેને મેળવવો શું આટલો સરળ છે. નહી થોડી-ઘણી મેહનતથી આ શકય છે. તેના માટે તમે ફ્રૂટ ફેશિયલનો સહારો લઈ શકો છો. ચેહરા પર નિખાર લાવવા માટે અમે
બધા પ્રકારના બ્યૂટી પ્રોડ્ટ્કટસનો ઉપયોગ કરો છો. બ્યૂટી ટ્રીટમેટસ નો સહારો લે છે. પણ શું તમે જાણો છો કે ફ્રૂટસની મદદથી પણ સુંદર અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકાય છે. પણ તેના માટે તમને ફ્રૂટસ માત્ર
ખાવુ જ નહી પણ ચેહરા પર લગાવવાની જરૂર છે. જી હા ફ્રૂટ ફેશિયલથી ચેહરાને નિખારી શકાય છે.
આવો જાણીએ ફ્રૂટ ફેશિયલના વિશે
ફ્રૂટ ફેશિયલમાં કોઈ પણ પ્રકારની આર્ટિફિશિયલ વસ્તુ નહી હોય છે જેના કારણે આ સ્કિન માટે સુરક્ષિત છે. ફ્રૂટસમાં રહેલ બધા જરૂરી પોષક તત્વ જેમ કે મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં ચેહરાને મળે છે.
કાકડીનો ફેશિયલ
જો સ્કિન બર્ન થાય અએ ખંજવાળ થવા લાગે તો કાકડીનો ફેશિયલ રાહત આપે છે. સાથે જ તેનાથી સ્કિન ડીપ પોર્સ ટાઈટ હોય છે. અને લચીલોપન દૂર થઈ જાય છે. કાકડીના ફેશિયલથી ચેહરા પર યંગ લુક
આવે છે.
સફરજનનો ફેશિયલ
ચેહરાની સુંદરતા માટે સફરજનનો ફેશિયલ પણ કારગર ગણાય છે. સફરજનમાં એવા તત્વ હોય છે જે સ્કિનની ટોનને લાઈટ કરે છે અને ચમક વધારી નાખે છે. સફરજન એટલે કે એપ્પલનો ફેસપેક ન માત્ર
સૂર્યની હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચાવ કરે છે પણ એજિંગને પણ ઓછું કરે છે.
કેળાનો ફેશિયલ
કેળામાં ભરપૂર પોટેશિયમ અને પાણી હોય છે જેના કારણે આ સ્કિન હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. ડ્રાઈ સ્કિન માટે કેળા કોઈ રામબાણથી ઓછુ નહી. તે સિવાય સફરજન અને અંગૂરના પેક પણ ડ્રાઈ સ્કિન માટે
બેસ્ટ ગણાય છે.
સ્ટ્રાબરી ફેશિયલ
સ્ટ્રાબરી ફેશિયલ પણ સ્કિનની ટોનને લાઈટ કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી અને એંટી ઑક્સીડેંટસ સ્કિનથી ફ્રી રેડિક્લસ અને બીજી ગંદગીને કાઢવામાં મદદ કરે છે અને ફ્રેશ લુક આપે છે.