Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

આ 7 સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે બની જશો Beauty Queen

easy-beauty-tips- સ્માર્ટ ટિપ્સ
, શનિવાર, 11 નવેમ્બર 2017 (14:22 IST)
દરેક યુવતી પરફેક્ટ દેખાવવાની ઈચ્છા રાખે છે. ભલે કોઈપણ પ્રસંગ હોય છોકરીઓ પોતાની સુંદરત સાથે કોઈ પ્રકારની સમજૂતી નથી કરવા માંગતી. આ માટે તેઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટની મદદ લે છે.  પણ અનેકવાર સમયની કમીને કારણે તેઓ ખુદ માટે સમય નથી કાઢી શકતી. આવામાં કેટલાક સ્માર્ટ બ્યુટી ટિપ્સની માહિતી હોવી છોકરીઓ માટે ખૂબ જરૂરી છે. જેનાથી તે બ્યૂટી પ્રોડક્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે.  આવો જાણીએ બ્યુટી સાથે જોડાયેલ કેટલીક ખાસ ટિપ્સ. 
 
1. ફેસ ક્લિનઝરના સ્થાન પર તમે નારિયળનુ તેલ અને જૈતૂનના તેલનો ઉપયોગ કરો.. તેનાથી ચેહરો અને આંખોનો મેકઅપ સહેલાઈથી સાફ થઈ જશે. 
2. ફાઉડેશન ઘટ્ટ થઈ ગયુ છે તો તેમા મોઈશ્ચરાઈઝર નાખીને મિક્સ કરી લો. ત્યાબાદ ચેહરા પર એપ્લાય કરો. 
3. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ફેસ વોશમાં ચપટી બેકિંગ સોડા નાખીને મિક્સ કરીને તેનાથી ચેહરો ધુઓ. તેને અઠવાડિયામાં બે વાર ઉપયોગમાં લઈ શકાય છે.  
4. ફેવરેટ નેલ પૉલિશ લગાવવા માંગો છો પણ ખુલી નથી રહી તો તેને થોડીવાર માટે ગરમ પાણીમાં નાખી દો. ત્યારબાદ તે સહેલાઈથી ખુલી જશે. નેલ પોલીસ લગાવ્યા પછી ઢાંકણના અંદરના ભાગ પર વૈસ્લીનનો કોટ લગાવી દો. ત્યારપછી થી તે સહેલાઈથી ખુલી જશે. 
5. આઈબ્રોને સ્પ્રે કરવા માંગો છો તો મસ્કરા બ્રશ પર સ્પ્રે કરીને તેનો ઉપયોગ કરો. આંખોમાં સ્પ્રે જવાનો ડર નહી રહે. 
6. રાત્રે સૂતા પહેલા વાળના કિનારે કોઈપણ સારુ સ્કિન લોશન લગાવી લો. તેનાથી વાળ શાઈની અને સોફ્ટ થઈ જશે. 
7. આઈલૈશિઝ કર્લર નો ઉપયોગ કરતા પહેલા તેને થોડા સેકંડ માટે  હેયર ડ્રાયરથી ગરમ કરી લો.  તેનાથી પાંપણની કર્લ વધુ સમય સુધી ટકી રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમાગમ કેટલો સમય હોય તો આનંદ વધુ આવે ?