Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તલ ભવિષ્ય - સ્ત્રીના શરીર પરનું તલ તેનુ ભાગ્ય નક્કી કરે છે

તલ ભવિષ્ય - સ્ત્રીના શરીર પરનું  તલ તેનુ ભાગ્ય નક્કી કરે છે
, ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (23:23 IST)
કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ દીર્ઘકાળ સુધી અથવા તો મરે ત્યાં સુધી વ્યક્તિના શરીર પર દેખા ય છે. અત્યાર સુધી સ્ત્રીની સુંદરતા વિશે જ આપણે બોલતા રહ્યા પણ તલથી  સ્ત્રીના તલ ભવિષ્ય વિશે આપણે જોઈશું.

webdunia
૧) જે સ્ત્રીના કપાળમાં બંને ભ્રમર વચ્ચે કાળો અથવા લાલાશ પડતો તલ અથવા મસો હોય તો તે સ્ત્રી સુખી અને વૈભવી જીવન જીવે છે. આવી સ્ત્રી પોતાના ભાગ્યથી પિતાને અને પતિને ધનવાન કરતી હોય છે.
 
૨) જે સ્ત્રીના કપાળ પર તલ હોય એને પુત્ર સંતતીનો લાભ મળે છે. આવી સ્ત્રી દયાળુ, ધર્મ પરાયણ અને ગૃહકાર્યમાં કુશળ હોય છે.
 
૩) જો કોઈ સ્ત્રીના નાકના અગ્રભાગ પર અથવા નાકની નીચે લાલાશ પડતો તલ હોય તો ઉચ્ચ પદ અથવા તો ગવર્મેન્ટમાં સારી પોઝિશનવાળા પુરુષ સાથે વિવાહ થાય છે અને એ રાજકારણી જેવું ઐશ્ર્વર્ય ભોગવે છે.
 
૪) ડાબો કાન, કપાળ અને ગળાની ડાબી બાજુ જો તલ અથવા મસો હોય તો તે સ્ત્રીને પ્રથમ સંતાન પુત્ર થાય છે.
 
૫) જે સ્ત્રીના ગળા પર કોઈ પણ હોઠ પર અથવા જમણા હાથના કાંડા પર તલ ચિહ્ન હોય તો તે સ્ત્રીના બધા પુત્રો ઉચ્ચ પદ પર હોય છે. આ ઉચ્ચ પદ નોકરીમાં અથવા રાજકારણમાં પણ હોય શકે છે.
 
૬) જે સ્ત્રીના ડાબા ગાલ પર કાળો તલ અથવા મસો હોય તો તે ઉત્તમ રસોઈ બનાવનાર તેમ જ જુદા જુદા પ્રકારના ભોજન કરાવનાર અને કરનાર પણ હોય છે.
 
૭) જે સ્ત્રીની ભ્રમરની વચ્ચોવચ જો કોઈ મસો હોય તો તે સ્ત્રીને ઉચ્ચ પદ મળતું હોય છે. પછી તે સામાજિક, રાજકીય, શિક્ષણ અથવા નોકરીના ક્ષેત્રમાં પણ હોઈ શકે છે.
 
૮) ડાબી બગલમાં કાળો અથવા લાલ રંગનો તલ હોય તો આવી સ્ત્રીનું જીવન સમૃદ્ધ હોય છે. આવી સ્ત્રી સાહિત્ય અથવા કલાક્ષેત્રમાં સારું નામ મેળવે છે.
 
૯) કમર નીચે ડાબી પાછળની બાજુ જો તલ હોય તો તે સ્ત્રી પૌત્ર, પ્રપોત્ર જોવા સુધીનું આયખું જીવે છે.
 
૧૦) જો કોઈ સ્ત્રીના ગુપ્તાંગ પાસે તલનું ચિહ્ન હોય તો રાજકારણી જેવું સુખ ભોગવે છે. આવી સ્ત્રીની ક્ધયા અથવા પુત્ર દુનિયામાં વિશેષ કીર્તિ મેળવે છે. આ સ્ત્રીથી શરૂ થનાર વંશવેલો પચ્ચીસ પેઢી સુધી ચાલે છે. અને આ કુટુંબના બધા જ સ્ત્રી પુરુષ કર્તબગાર હોય છે.


વધુ જાણવા આગળ વાંચો 
 
webdunia
૧૧) જે સ્ત્રીના જમણા સ્તન પર તલનું ચિહ્ન હોય એને સંતતિમાં માત્ર પુત્રીઓ જ થાય છે.
 
૧૨) જે સ્ત્રીના ડાબા સ્તન પર તલનું ચિહ્ન હોય તો પ્રથમ સંતાન પુત્ર થાય છે, પણ પછી તે પતિસુખ મેળવી શકતી નથી એટલે કે, એ વિધવા બને છે અથવા એનો પતિ બીજી સ્ત્રીની પાછળ પડે છે. આમાંથી કંઈ જ ન થતા એને કૌટુંબિક કારણથી છૂટાછેડા લેવા પડે છે. પણ આ સ્ત્રી આર્થિક રીતે પોતાના પગ પર ઊભી રહે છે.
 
૧૩) જે સ્ત્રીના પગની કોઈ પણ એડી પર જો તલનું ચિહ્ન હોય તો તે અતિશય, દરિદ્રિ અને દુર્દેવી હોય છે. આવી સ્ત્રીનો જે પુરુષ સાથે વિવાહ થાય એના ઘેર દરિદ્રતા પ્રવેશ કરે છે. આપણા આચાર્યોએ આ તલનું અત્યંત અશુભ અને ભયાનક વર્ણન કર્યું છે અને આશ્ર્ચર્ય એ છે કે આવી સ્ત્રીના ધનવાન અને ખાનદાની પુરુષ સાથે વિવાહ થાય છે.
 
૧૪) જે સ્ત્રીના બે સ્તનની વચોવચ તલ અથવા મસાનું ચિહ્ન હોય તો તે સ્ત્રી ઘણી ભાગ્યશાળી હોય છે. એના લગ્ન પછી તરત જ એને ત્યાં પ્રથમ સંતાન પુત્ર જન્મે છે. આવી સ્ત્રી સાથે જે પુરુષના વિવાહ થાય છે એ ભાગ્યશાળી હોય છે. પત્નીના ભાગ્યબળથી એ પુરુષ ધનવાન અને કીર્તિવાન થાય છે.
 
૧૫) જે સ્ત્રીના ડાબી બાજુના કોઈ પણ અવયવ પર જો તલનું ચિહ્ન હોય તો એને પુત્ર અવશ્ય થાય છે.
 
૧૬) સ્ત્રીના નાભિસ્થાન પાસે તલનું ચિહ્ન હોય તો એ સ્ત્રીના ઘરાણાનો વંશવેલો દસ પેઢી સુધી ચાલે છે.
 
૧૭) લાલ અથવા કાળાશ પડતો મસો અથવા તલ જે સ્ત્રીના ડાબા ગાલ પર હોય તો તે સ્ત્રી પતિને ખૂબ જ પ્રિય હોય છે. આવી સ્ત્રીનો પતિ એક પત્નીવ્રત પાળનાર હોય છે.
 
૧૮) જે સ્ત્રીના નાક પર લાલ તલ હોય તો તેનુ ભાગ્ય આપણે ક્રમાંક ત્રણમાં જોયું જ છે. પણ એ તલ જો કાળા રંગનો હોય તો તે સ્ત્રીના ચારિત્ર્ય માટે શંકા હોઈ શકે. આવી સ્ત્રીનો ગુપ્ત રીતે અથવા જાહેરમાં પરપુરુષ સાથે સંબંધ હોઈ શકે છે.
 
૧૯) આંખની કીકીમાં જો તલનું ચિહ્ન હોય તો આવી સ્ત્રી એના પતિ માટે બહુ જ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ પોતાના જીવનમાં ખાતરીથી ધનવાન થાય છે. આ તલનો રંગ કાળો અથવા તાંબા જેવો હોય છે.
 
૨૦) હડપચી પર તલ અથવા મસો હોય તો તે સ્ત્રી લજ્જાશીલ સ્વભાવની હોય છે. આ સ્ત્રી કલાક્ષેત્રમાં ઘણું નામ કમાવે છે. તેમ જ સિનેમા અને નાટ્યક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામે છે. આ માધ્યમોથી એને સારા એવા પૈસા પણ મળે છે.


વધુ આગળ વાંચો.. 
webdunia
૨૧) આંખની પાંપણ પર જો તલ હોય તો આવી સ્ત્રી પર પુરુષ સાથે પ્રેમના નાટક કરે છે. એને પોતાના કહ્યામાં રાખીને લુબાડતો હોય છે. તલના બદલે જો મસાનું ચિહ્ન હોય તો એ સ્ત્રીનું શરીર વિક્રય (વેશ્યા) હોઈ શકે છે.
 
૨૨) સ્ત્રીના ઉપરના હોઠ પર જો તલનું ચિહ્ન હોય તો તે વાકચતુર (બોલવામાં હોશિયાર) હોય છે. આ તલનું ચિહ્ન જો નીચેના હોઠ પર હોય તો મિષ્ટાન બનાવવામાં અને ખાવામાં પણ પ્રવીણ હોય. આ તલના અસ્તિત્વથી એને પેટનો વિકાર થતો હોય છે.
 
૨૩) જે સ્ત્રીના ગળા પર તલનું ચિહ્ન હોય એ સ્ત્રી ઐશ્ર્વર્યથી ભરપૂર જીવન જીવે છે. આવી બેનને બધા પ્રકારના ભૌતિક સુખો મળે છે. પણ કોઈ વાહનથી આપઘાત થવાની શક્યતા હોય છે.
 
૨૪) જે સ્ત્રીનાં કોઈ પણ એક કાન પર મસો હોય તો દાગ-દાગિનાની ભારે શોખીન હોય છે. પૈસો જમા કરવાની આદત હોય છે. જમા કરેલા પૈસામાંથી જુદા જુદા દાગિના બનાવવાનો હેતુ હોય છે. પણ આ સ્ત્રી સ્વભાવથી અતિશય સ્વાર્થી તેમ જ આત્મકેન્દ્રિત હોય છે.
 
૨૫) તલ અને મસા સિવાય પણ ત્રીજું એક ચિહ્ન સ્ત્રી-પુરુષના શરીર પર દેખાય છે. તેને હિન્દીમાં ‘લહસૂન’ સંસ્કૃતમાં પિપ્લુ એમ કહેવાય છે. ક્યારેક તુલસીપત્રના આકારમાં પણ દેખાય છે. ક્યારેક નાની મોટી પટ્ટીના સ્વરૂપમાં હોય છે. આ ચિહ્ન મોટે ભાગે જન્મથી જ હોય છે. ઉંમર સાથે આના રંગમાં ફરક પડતો જાય છે.
 
૨૬) જે સ્ત્રીના માથા પર આવું ચિહ્ન હોય એ વિદુષી હોય છે.
 
૨૭) જે સ્ત્રીના કપાળ પર આવું લાખુ હોય તો તે સ્ત્રી અત્યંત બુદ્ધિશાળી હોય છે. સાહિત્ય અને શાસ્ત્રીય વિષયો વિશેષ ગમતા હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટામેટા અને મધનું આ મિશ્રણ 5 મિનિટમાં વધારે સંભોગ શક્તિ