સૌદર્યમાં બાધક બ્લેક હેડ્સને દૂર કરવાના ઉપાયો
ત્વચાનો રંગ કેવો પણ હોય પણ જો તેના પર કોઈ ડાધ દેખાય તો મન ત્યાં જ ઉદાસીન થઈ જાય છે. ચોખ્ખી અને સ્વસ્થ ત્વચાનો નિખાર કંઈક જુદો જ હોય છે. જો તમે તમારા ચહેરા પરના બ્લેક હેડ્સથી પરેશાન હોય તો આટલા ઉપાયો યાદ રાખજો -
જ્યારે મેથીની ભાજી મળતી હોય ત્યારે તાજી લીલી મેથીના તાજા પાંદડા લઇને તેને ક્રશ કરીને એ પલ્પને ચહેરા પર લગાવવો જોઈએ. નિયમિત આમ કરવાથી બ્લેકડેહ્સ તો દૂર થાય જ છે, અને ચહેરા પર કરચલીઓ પણ નથી થતી.-
ત્રણ ચમચી પાણીમાં ત્રણ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બ્લેકહેડ્સ થયા હોય ત્યાં પાંચ સાત મિનિટ માટે લગાવવો. થોડીક વાર રહીને ચહેરાને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ નાંખવો.-
કાચા બટાકાની સ્લાઇઝને દિવસમાં બે વાર બ્લેક હેડ્સ થયેવી ત્વચા પર ઘસવી. તેની મદદથી બ્લેકહેડ્સ દૂર થઈ જશે અને ત્વચા ચોખ્ખી થશે.-
લીંબુ ત્વચાની સુંદરતા માટેનો અક્સીર ઉપાય છે. લીંબુનો રસ લઇને દિવસમાં ત્રણ વાર બ્લેડહેડ્સ થયા હોય ત્યાં લગાવવો. આ રીતે નિયમિત કરવાથી પણ બ્લેકહેડ્સ દૂર થશે. -
ઓટ્સ અને ગુલાબ જળ મિક્સ કરીને ઘટ્ટ માસ્ક બનાવવો. આ માસ્કને 15 મિનિટ ચહેરા પર લગાવી રાખવો અને ત્યારબાદ ચહેરો પાણીથી સાફ કરી નાંખવો.