Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌદર્યમાં બાધક બ્લેક હેડ્સને દૂર કરવાના ઉપાયો

સૌદર્યમાં બાધક બ્લેક હેડ્સને દૂર કરવાના ઉપાયો
P.R
ત્વચાનો રંગ કેવો પણ હોય પણ જો તેના પર કોઈ ડાધ દેખાય તો મન ત્યાં જ ઉદાસીન થઈ જાય છે. ચોખ્ખી અને સ્વસ્થ ત્વચાનો નિખાર કંઈક જુદો જ હોય છે. જો તમે તમારા ચહેરા પરના બ્લેક હેડ્સથી પરેશાન હોય તો આટલા ઉપાયો યાદ રાખજો

- જ્યારે મેથીની ભાજી મળતી હોય ત્યારે તાજી લીલી મેથીના તાજા પાંદડા લઇને તેને ક્રશ કરીને એ પલ્પને ચહેરા પર લગાવવો જોઈએ. નિયમિત આમ કરવાથી બ્લેકડેહ્સ તો દૂર થાય જ છે, અને ચહેરા પર કરચલીઓ પણ નથી થતી.

- ત્રણ ચમચી પાણીમાં ત્રણ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બ્લેકહેડ્સ થયા હોય ત્યાં પાંચ સાત મિનિટ માટે લગાવવો. થોડીક વાર રહીને ચહેરાને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ નાંખવો.

- કાચા બટાકાની સ્લાઇઝને દિવસમાં બે વાર બ્લેક હેડ્સ થયેવી ત્વચા પર ઘસવી. તેની મદદથી બ્લેકહેડ્સ દૂર થઈ જશે અને ત્વચા ચોખ્ખી થશે.

- લીંબુ ત્વચાની સુંદરતા માટેનો અક્સીર ઉપાય છે. લીંબુનો રસ લઇને દિવસમાં ત્રણ વાર બ્લેડહેડ્સ થયા હોય ત્યાં લગાવવો. આ રીતે નિયમિત કરવાથી પણ બ્લેકહેડ્સ દૂર થશે.

- ઓટ્સ અને ગુલાબ જળ મિક્સ કરીને ઘટ્ટ માસ્ક બનાવવો. આ માસ્કને 15 મિનિટ ચહેરા પર લગાવી રાખવો અને ત્યારબાદ ચહેરો પાણીથી સાફ કરી નાંખવો.

Share this Story:

Follow Webdunia gujarati