ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા.
મારી અંબા માને કાજે રે ,, ,, ,,
બાળી બહુચરાને કાજે રે ,, ,, ,,
મારી બુટ માને કાજે રે ,, ,, ,,
કાળી કાળકા ને કાજે રે ,, ,, ,,
માનાં નોરતાં આવ્યાં રે ,, ,, ,,
ઘેર ઘેર ગરબા ગાયે રે ,, ,, ,,
ચાચર ચંદનીઓ બંધાવું રે ,, ,, ,,
તેમાં શોભા ઘણી થાયે રે ,, ,, ,,
માને સેવક ચાચર લાવે રે ,, ,, ,,
માજી ચાચર રમવા આવે રે ,, ,, ,,
માજી શણગાર સજી આવે રે ,, ,, ,,
માજી રૂમઝુમતાં આવે રે ,, ,, ,,
માજી ગરબો લઈ ને ગાવે રે ,, ,, ,,
ભક્તો દર્શન કાજે આવે રે ,, ,, ,,
માના ગરબા જે કોઈ ગાવે રે ,, ,, ,,
માજી તેને પ્રસન્ન થાયે રે ,, ,, ,,
તેને સુખ સંપત્તિ આપે રે ,, ,, ,,
તેનો વંશ વૃદ્ધિ રાખે રે ,, ,, ,,
તેનો વિઘ્ન માજી કાપે રે ,, ,, ,,
તેને વૈંકુંઠ વાસ આપે રે ,, ,, ,,