Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહત્વની જાહેરાત: ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થશે

મહત્વની જાહેરાત: ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થશે
, શુક્રવાર, 30 એપ્રિલ 2021 (16:00 IST)
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧લી મેથી રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે સાંજ સુધીમાં ૩ લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે. 
 
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.    

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓટો ડ્રાઈવર જાવેદે પોતાની રિક્ષાને બનાવી એમ્બુલેંસ, દરદીઓ પાસેથી પૈસા લીધા વગર લઈ જાય છે હોસ્પિટલ