Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાતાલના દિવસે મોદીની ભવ્ય શપથવિધિ

શ્રી વાજપેયીના જન્મદિને મુખ્યમંત્રી મોદીનો શપથવિધિ સમારોહ

નાતાલના દિવસે મોદીની ભવ્ય શપથવિધિ
, સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:12 IST)
W.DW.D

અમદાવાદ (વેબદુનિયા) અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 25મીએ મંગળવારના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ બપોરે 12.30 કલાકે થશે.આજની ટાઉનહોલ ખાતેની બેઠકમાં વિધાનસભા ભાજપ પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરતો ઠરાવ પસાર થયો હતો. આ ઠરાવનો પત્ર લઈને આવતીકાલે રાજ્યપાલને ભાજપને બહુમતી મળી હોઈને સરકાર રચવાનું આમંત્રણ આપવા વિનંતી કરાશે. રાજ્યપાલ તેનો સ્વીકાર કરીને વિધાનસભા ભાજપના નેતા નરેન્દ્ર મોદીને સરકાર રચવાનું આમંત્રણ આપશે. શપથવિધિ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ગઈકાલે જાહેર થયેલા પરિણામોએ સાબિત કરી દીધું છે કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ નહીં પરંતુ નરેન્દ્ર મોદીના વન મેન શોએ જીત હાંસલ કરી છે. મોદીના પ્રભાવે અન્ય પક્ષોના ઉમેદવારોને ચારે બાજૂથી માત આપી દીધી છે. મોદીની ગુજરાત લેજીસ્લેટીવ પાર્ટીના નેતા તરીકે નિમણૂંક પણ થઈ ગઈ છે. જેના અનુસંધાનમાં હવે મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથવિધિ થનારી છે.

મોદીના પ્રભુત્વમાં ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભામાં બે તૃતીંયાશ જેટલી જંગી બહુમતી મેળવી છે. જે સાબિત કરે છે કે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને જ ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. 57 વર્ષના મોદીને આવતીકાલે બપોરના 12.30 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજયપાલ નવલકિશોર શર્મા શપથ ગ્રહણ કરાવશે.
webdunia
PTIPTI

હકીકતમાં આ શપથવિધી પહેલા 27મી ડીસેમ્બરે યોજાનાર હતી પરંતુ પક્ષના વરિષ્ઠ નેતા અટલ બિહારી બાજપાયીના જન્મદિવસના કારણે આ સમારંભ આવતી કાલે યોજાનારો છે. એક પરંપરા અનુસાર આજે નવા ચૂંટાયેલા તમામ પક્ષના વિધાનસભ્યો સર્વસંમતિએ મોદીનો પોતાના નેતા તરીકે સ્વીકાર કરશે.

Share this Story:

Follow Webdunia gujarati