Gujarat Assembly election 2022- કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે સોમવારે કહ્યું કે, “જો તેમની પાર્ટી ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરે છે તો
ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્ય મંત્રી રહેશે.”
શાહના નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભૂપેન્દ્ર પટેલ ભાજપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહરાજ્યમાં સતત
સાતમી વાર સત્તા હાંસલ કરવાની છે.
અમિત શાહે સીએનએન-ન્યૂઝ 18ના કાર્યક્રમમાં કહ્યું કે, “જો ગુજરાતમાં ભાજપને બહુમત મળશે તો ભૂપેન્દ્ર પટેલ જ મુખ્ય મંત્રીપદે રહેશે.”
ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્ય મંત્રીનું પદ સંભાળ્યું હતું. તેઓ ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને આ
વખતે પણ આ બેઠક પરથી તેમને જ ઉમેદવાર બનાવાયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે થશે અને બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરે યોજાશે.
ચૂંટણીનું પરિણામ આઠ ડિસેમ્બરે આવશે.