Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલ ગાંધીએ ખેતરમાં જઈને ખેડૂતોની વેદના સાંભળી

રાહુલ ગાંધીએ ખેતરમાં જઈને ખેડૂતોની વેદના સાંભળી
, મંગળવાર, 14 નવેમ્બર 2017 (09:55 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેઓ એક પણ એવી તક ગુમાવવા નથી માંગતાં જેમાં કોઈ સામાન્ય માણસ તેમની સામે આંગળી કરી જાય. તેઓ આદિવાસીઓ સાથે ચા નાસ્તો કરે છે. તેમના પારંપરિક નૃત્યો કરે છે. તે ઉપરાંત તેઓ રસ્તામાં હાઈવે પર રહેલા ઢાબા પર પણ જમે છે એમ તેઓ હવે સાબિત કરવા માંગે છે કે સામાન્ય માણસના જીવનની તકલીફોને તેઓ નજીકથી જોઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતના છેલ્લા તબક્કાની નવસર્જન યાત્રામાં તેમણે 13 સીટો પર પ્રચાર કર્યો હતો. ત્યારે બનાસકાંઠાના મેરાગામના ખેડૂતો સાથે તેમના ખેતરમાં જઈને સંવાદ કર્યો હતો.

ખેડૂતોએ ભાંગી તૂટી હિન્દીમાં વાત કરીને રાહુલ ગાંધીને કપાસના ભાવ અંગે પોતાની તકલીફો જણાવી હતી. રાહુલે પણ તેમની વાત ધ્યાન દઈને સાંભળી હતી. રાહુલ આ વિસ્તારમાં પોતાની યાત્રામાં હતા જ્યાં ખેતરમાંથી એક ખેડૂતે તેમને હાથ ઉંચો કરીને વધાવ્યા ત્યારે રાહુલ ગાંધી તે ખેડૂતને મળવા માટે સીધા ખેતરમાં પહોંચી ગયાં હતાં. આ વીડિયો કોંગ્રેસ દ્વારા તેના ઓફિસિયલ પેજ પર મુકવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં લગ્ન સિઝનને લઈને ચૂંટણીની તારીખ આગળ વધારવા માંગ કરાઈ - સુત્ર