ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બાપૂના ગામમાં આજે રાહુલ ગાંધીની સભા છે. કોંગ્રેસની જોરશોરથી તૈયારી અને આક્રમક મૂડથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા ઉતરેલા યુવા નેતા રાહુલ એકલા હાથે ગુજરાતને સર કરવાના છે તેવું લાગી રહ્યું છે.રાહુલે ભાજપ સરકાર અને મોદી પર પ્રહાર કરતા કહ્યું કે ‘શું તમે નોટબંધી વખતે કોઇ સૂટ-બુટ વાળાને બેંકની લાઇન ઉભા રહેલા જોયા નહીં હોય કારણકે તેઓ તો પહેલા જ એ.સી. ઓફિસોમાં બેસી બેંક ઓફિસરો સાથે સેંટીંગ કરી લીધા હતા.
’ગુજરાત માત્ર 5-10 ઉધોગપતિઓથી નથી ચાલતું પણ અસંખ્ય ખેડૂતો, નાના ઉધોગકારો અને મજુરોથી બનેલું છે. રાહુલે માછીમારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તમે દરિયામાં પ્રદુષણ નથી કર્યું પણ ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓએ ગુજરાતના દરિયામાં ઝેર નાંખ્યું છે જેના કારણે તમારે વધારે માઈલ સુધી દરિયો ખેડવો પડે છે. ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો તમારા મનની વાત સાંભળશે. કોંગ્રેસ નાના વેપારીઓથી માંડીને મજુરો સુધીની વાતો સાંભળશે. મોદી સરકાર ગુજરાતમાં પાંચ દસ ઉદ્યોગપતિઓ માટે ચાલતી સરકાર છે. રાહુલે નોટબંધી અને જીએસટી અંગે પણ પ્રહારો કર્યાં હતાં.