Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Live Election Update - વિકાસ જીત્યો, ગુજરાત જીત્યું, રાજ્યના લોકો જે ઇચ્છે છે, ભાજપા એ દિશામાં કામ કરશે - રૂપાણી

Live Election Update - વિકાસ જીત્યો, ગુજરાત જીત્યું, રાજ્યના લોકો જે ઇચ્છે છે, ભાજપા એ દિશામાં કામ કરશે - રૂપાણી
, સોમવાર, 18 ડિસેમ્બર 2017 (17:41 IST)
- જનતાનો નિર્ણય અમે સ્વીકારીએ છીએ: ભરત સિંહ સોલંકી
– આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ગુજરાત-હિમાચલની જીત બદલ ભાજપને અભિનંદન
- હું આ જીતનો શ્રેય ગુજરાતના લોકોને આપવા માંગીશ. તેની સાથે જ હું ભરોસો અપાવું છું કે રાજ્યના લોકો જે ઇચ્છે છે, ભાજપા આવતા 5 વર્ષ સુધી આ દિશામાં કામ કરશે: CM રૂપાણી
–  વિકાસ જીત્યો, ગુજરાત જીત્યું, ફરી સત્તાનું સુકાન સોંપ્યું. નવા સીએમ હાઇકમાન્ડ નક્કી કરશે. ફરી વિકાસનો રથ આગળ ધપાવશુ: વિજય રૂપાણી
– ગુજરાતની જનતાને વિજયનો શ્રેય આપું છું: સીએમ રૂપાણી
– સતત છઠ્ઠી વખત ભાજપાની સરકાર બનશે: CM વિજય રૂપાણી 
- કૉંગ્રેસ જાતિવાદી તરફ લઇ જવાનો પ્રયાસ કર્યો હતો: અમિત શાહ
-કૉંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવડિયા સહિત તમામ હાર્યા છે: અમિત શાહ
– અમે ગુજરાતમાં છઠ્ઠી વખત સરકાર બનાવીશું: અમિત શાહ
– આ જીત વંશવાદ, જાતિવાદ, અને તુષ્ટિકરણની ઉપર વિકાસવાદની જીત છે: અમિત શાહ, ભાજપા અધ્યક્ષ
– હું ગુજરાત અને હિમાચલની પ્રજાને અભિનંદન પાઠવું છું: અમિત શાહ
– વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપાના રમણભાઇ વોરા દસાડા બેઠક પરથી હાર્યા, કૉંગ્રેસના નૌશદજી સોલંકીની જીત
 મોડાસા બેઠક પરથી કૉંગ્રેસના ઠાકોર રાજેન્દ્રસિંહની 78615 મતથી જીત
– સંતરામપુર બેઠક પરથી ભાજપાના કુબેરભાઇ દિનદોરની 62559 મતથી જીત
–  બનાસકાંઠાની 9 બેઠકોમાંથી 6 બેઠકો પર કૉંગ્રેસનો વિજય
– બોટાદ બેઠક પરથી ભાજપાના સૌરભ પટેલ 75942 મતથી જીત્યા
– પેટલાદ બેઠક પરથી કૉંગ્રેસના નિરંજન પટેલ 81127 મતથી જીત્યા, ભાજપાના ચંદ્રકાંત પટેલની હાર
– હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પરિણામો બાદ બોલ્યા પીએમ મોદી, બંને રાજ્યોની પ્રજાનો હું આભાર માનું છું. હું લોકોને વિશ્વાસ અપાઉ છું કે તેમની આશાઓ માટે હું અથાગ પ્રયત્ન કરીશ: મોદી

– બેચરાજીમાં કૉંગ્રેસના ભરત ઠાકોરની જીત
– વીરમગામ બેઠક પરથી કૉંગ્રેસના લાખા ભરવાડ જીત્યા, ભાજપાના તેજસ્વીબેન પટેલ હાર્યા
– અંકલેશ્વર બેઠક પરથી ભાજપાના ઇશ્વરસિંહ પટેલ 77889 પરથી જીત
-ગુજરાતમાં ભાજપાની જીત બાદ ભાજપાના પ્રવક્તા તેજિંદર બગ્ગા મશરૂમની કેક લઇ દિલ્હી ભાજપાના કાર્યાલયમાં પહોંચ્યા અને બધાનું મોં મીઠું કરાવ્યું
– ધોળકા બેઠક પરથી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 71530 મતથી જીત
– ગઢડા બેઠક પરથી કૉંગ્રેસના પ્રવીણભાઇ 58900 મતથી જીત
–  ભૂજ બેઠક પરથી ભાજપાના આચાર્ય નિમાબેન 75745 મતથી જીત
–  જામનગર દક્ષિણ બેઠક પરથી ભાજપાના આર.સી.ફળદુની 67681 મતથી જીત 
– અમદાવાદના ઠક્કરબાપાનગર સીટ પરથી ભાજપાના વલ્લભભાઇ કાકડિયા 53704 મતથી જીત
–  સુરતના કતાર ગામ બેઠક પરથી ભાજપાના વિનોદભાઇ મોરડિયાની 125387 મતથી જીત
– સુરતની વરાછા બેઠક પરથી ભાજપાના કાનાણી કિશોરભાઇ 54305 મતથી જીત
– ઉંઝા બેઠક પરથી કૉંગ્રેસના આશા પટેલની 74438 મતથી જીત, ભાજપાના નારાયણ પટેલની હાર
– જામનગર ગ્રામીણ બેઠક પરથી કૉંગ્રેસના વલ્લભભાઇ ધારવિયા 65436 મતથી જીત્યા
– લીંબડી બેઠક પરથી કૉંગ્રેસના સોમાભાઇ ગાંડાલાલ 57921 મતથી જીત
– જામજોધપુર બેઠક પરથી કૉંગ્રેસના ચિરાગભાઇ કલરિયા 60884 મતથી જીત્યા 
 


- વડગામ બેઠક પરથી દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની જીત 
–  ગીર સોમનાથની ચારેય બેઠકો પર કૉંગ્રેસની જીત
–  મહેસાણાથી ભાજપાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જીત
– અમરાઇવાડી વિધાનસભા પરથી ભાજપાના હસમુખ પટેલની જીત
– સિદ્ધપુર વિધાનસભા પરથી ભાજપાના જયનારાયણ વ્યાસની હાર, ઠાકોરના યુવા નેતા કૉંગ્રેસ સાથે જોડાયેલા ચંદનજી ઠાકોરની જીત
– અમરેલીથી  કૉંગ્રેસના પરેશ ધાનાણીની 43725 મતથી જીત, ભાજપાના બાવકુ ઉધાડની હા

 - ગુજરાતમાં પાર્ટીના પ્રદર્શન પર બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ - મને 105 સીટો સુધીની આશા હતી પણ રામ મંદિરના મુદ્દાને કારણે 120 સીટો સુધી આવી શકતી હતી. 150 સીટોનુ લક્ષ્ય મને હંમેશાથી હાસ્યાસ્પદ લાગી રહી હતી. 
 
- નીતિન પટેલ પાછળ ચાલવાને લઈને શહનવાજ હુસેને કહ્યુ  કે જો પાર્ટી મોટા બહુમતની સાથે જીતે છે તો પણ 1-2 સીટો પર મોટા ઉમેદવાર હારે છે એ કોઈ નવી વાત નથી. 
- -પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની હાર
-સુરતની કરંજ બેઠક પર ભાજપના પ્રવીણભાઈ ઘોઘારીનો વિજય
-રાજકોટ દક્ષિણ બેઠક પર ગોવિંદભાઈ પટેલનો વિજય
-જૂનાગઢની માંગરોળ બેઠક પર કોંગ્રેસના બાબુભાઈ વાજાનો વિજય
-જેતપુર બેઠક પર ભાજપના જયેશ રાદડિયાનો વિજય
-અમદાવાદની વટવા બેઠક પર ભાજપના પ્રદીપસિંહ જાડેજાનો વિજય
webdunia


- અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલની જીત

–રાજકોટ પશ્ચિમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની જીત, કૉંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂની હાર
- ઉંઝામાં ભાજપાના નારાયણ પટેલ 12000 મતથી પાછળ
webdunia
- નવસારીની ગણદેવી બેઠક પરથી ભાજપાના નરેશ પટેલની જીત
– ભાજપાને 49 ટકા, કૉંગ્રેસને 41 ટકા વોટ મળ્યા
–  સુરત મજૂરા બેઠક પરથી ભાજપાના યુવાન હર્ષ સંઘવીની જીત
–  બોટાદ જિલ્લાની ગઢડા બેઠક પર સૌરભ પટેલ 10000 મતોથી પાછળ
–  લીમખેડા બેઠક પરથી ભાજપાના શૈલેષ ભાભોર વિજયી
– જૂનાગઢ બેઠક પરથી ભાજપાના મહેન્દ્ર મશરૂ હાર્યા, કૉંગ્રેસના ભીખાભાઇ જોશી જીત્યા
–  રાજકોટ પશ્ચિમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી 22000 મતથી આગળ
–  નડિયાદથી ભાજપાના પંકજ દેસાઇ વિજયી
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
- વલસાડની 5 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપ, 1 બેઠક કૉંગ્રેસ આગળ
– પંચમહાલની 5 બેઠક પર 5 1 બેઠક પર કૉંગ્રેસ આગળ
– ભરૂચમાં પાંચ બેઠકમાંથી 4 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર BTP આગળ
– સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મત નોટામાં પડ્યા
– સુરત પશ્ચિમ બેઠક પરથી ભાજપના પૂર્ણેશ જોશી 23000 મતથી આગળ
– ધોળકા બેઠક પરથી ભાજપના ભુપેન્દ્રસિંહ ચુડાસમા 2000 મતથી આગળ
– રાજકોટ બેઠક પરથી ભાજપાના જયેશ રાદડિયા 14000 મતથી આગળ
– શેરબજારમાં સ્થિતિ પલટાઇ, સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઉછાળો નોંધાયો
સુરતની મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી 18000 મતથી આગળ
– મહેસાણાની 5 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કૉંગ્રેસ આગળ
– ભાવનગર પૂર્વ બેઠક પરથી ભાજપાના વિભાવરીબેન દવે પાછળ
–  BJP 102, કૉંગ્રેસ 76, અપક્ષ 4 બેઠક પર આગળ
– ખેડાની ઠાસરા અને કપડવંજ બેઠક પર કૉંગ્રેસ આગળ
– દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી વિક્રમ માડમ 11000 મતથી આગળ
– મહેસાણામાં નિતિન પટેલ 3000 મતથી આગળ
– વડોદરાની તમામ બેઠકો પર ભાજપ આગળ
– ભિલોડામાં ભાજપાના પી.સી.વરંડા પાછળ
– મહેસાણામાં નિતિન પટેલ 1000 મતથી આગળ
- ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી 1800 મતોથી રાજકોટમાં આગળ ચાલી રહ્યા છે
– તાપીની બંને બેઠક પરથી કૉંગ્રેસ આગળ
–મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ 3000 વોટથી પાછળ
– ડભોઇથી કૉંગ્રેસના સિદ્ધાર્થ પટેલ આગળ
– કૉંગ્રેસ 90 અને ભાજપા 78 બેઠક પર આગળ 
- ભારતીય શેરબજારમાં ખૂલતાની સાથે ગાબડું, સેન્સેક્સમાં 539 પોઇન્ટ અને નિફ્ટી 217 અંક તૂટ્યો
– પોરબંદર બેઠક પરથી કૉંગ્રેસના અર્જુન મોઢવડિયા આગળ
– ભાજપાના પુરષોતમ સોલંકી આગળ
– ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી પાછળ
– કૉંગ્રેસ 88 ભાજપા 80 બેઠક પર આગળ
– રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી 800 મતથી પાછળ
– જમાલપુર બેઠક પરથી ભાજપના ભૂષણ ભટ્ટ પાછળ
- ભાવનગરમાં જીતુભાઇ વાઘાણી આગળ
–સુરત જિલ્લાની 16 બેઠકમાંથી 10 બેઠક પર ભાજપ આગળ
– BJP 60 , કૉંગ્રેસ 40 પર આગળ
– મોટાભાગે બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ, ઇવીએમની ગણતરીનો પ્રારંભ
– BJP 55 બેઠક, કૉંગ્રેસ 35 બેઠક પર આગળ
– બાપુનગર વિધાનસભા મત વિસ્તારમાં પોસ્ટલ બેઠકની મતગણતરી પૂરી, ઇવીએમની શરૂ
– વડગામથી જિજ્ઞેશ મેવાણી પાછળ
- ભાજપા 52 સીટ પર આગળ કોંગ્રેસ 35 સીટ આગે 
- અમદાવાદના વટવામાં ભાજપના પ્રદિપસિંહ આગળ 
- એલિસબ્રિજમાં રાકેશ શહ આગળ 
- રાજકોટમાં વિજય રૂપાણી આગળ 
– ભાજપા 30 કૉંગ્રેસ 26 બેઠક પર આગળ
– નડિયાદ બેઠક પર ભાજપના પંકજ દેસાઇ આગળ
– BJP 25, કૉંગ્રેસ 24 બેઠક પર આગળ
– ભાજપા 20 બેઠક પર કૉંગ્રેસ 12 બેઠક પર આગળ

- પ્રથમ પરિણામ ભાજપના પક્ષમાં બીજેપી 3 કોંગ્રેસ 1 સીટ પર આગળ 

- થોડીવારમાં શરૂ થશે મતગણતરી..બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર 
- 182 બેઠક માટે 33 સ્થળેથી થશે મતગણતરી 
- દિગ્ગજોના ભાવિનો આજે થશે નિર્ણય 
- મતગણતરીના સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત 
* ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. 
* પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર..
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ
PARTIES LEADS WON TOTAL
Total 131 51 182
BJP5  67 36 103
Congress  62 14 76
Others 2  3
ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલા સસ્પેન્સનો આવતીકાલે અંત આવશે. ગુજરાતમાં સત્તામાં પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે તેને લઇને હાલમાં તમામ રાજકીય પંડિતો અને રાજ્યના લોકોમાં ચર્ચા ચાલી રહી છે. એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદથી ઉત્તેજના વધી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને માત્ર ગુજરાતના લોકોની જ નહીં બલ્કે દેશના લોકોની તથા કેટલાક અન્ય દેશોની પણ નજર હતી. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આ ચૂંટણી યોજાઈ છે. ભાજપ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી શાસક પક્ષની વિરુદ્ધમાં રહેલા તમામ પરિબળોનો લાભ ઉઠાવીને સત્તા પરિવર્તન માટે તમામ તાકાત લગાવી ચુકી છે. પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સમુદાયના આંદોલન તથા સત્તા વિરોધી લહેર, જીએસટી, નોટબંધીને લઇને લોકોની નારાજગી જેવા તમામ મુદ્દા ભાજપની વિરુદ્ધમાં હોવા છતાં આવતીકાલે આ તમામ પરિબળોનો લાભ ઉઠાવી કોંગ્રેસે મતદારોને પોતાની તરફ કર્યા છે કે કેમ તે બાબત પુરવાર થશે. સત્તા પરિવર્તન કે સત્તા પુનરાવર્તનની બાબત ઉપર ચર્ચા જારી છે. આજે  સોમવારના દિવસે 182 બેઠક ઉપર મેદાનમાં રહેલા કુલ 1828 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયાના ભાવિનો પણ ફેંસલો થનાર છે.
 

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ
PARTIES LEADS WON TOTAL
Total 0 0 68
BJP 41 2  
Congress 21 1  
Others  3 0   


ગુજરાતમાં વિધાનસભા બેઠકો ઉપર થયેલા મતદાનની મતગણતરી સોમવારે સવારે 8 વાગ્યાથી શરૃ થશે. રાજ્યભરમાં કુલ 37 સ્થળોએ આ મતગણતરી હાથ ધરાશે અમદાવાદ શહેર જિલ્લાની કુલ 21 બેઠકો માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ તથઆ પોલીટેકનિક એમ ત્રમ સ્થળે મતગણતરી થશે. આવી જ રીતે સુરત અને આણંદ ખાતે બબ્બે સ્થળોએ તેમજ બાકીના તમામ જિલ્લાઓ માટે એક-એક સ્થળે મતગણતરી હાથ ધરાશે. દરેક મતગણતરી કેન્દ્ર ખાતે વધુમાં વધુ 14 ટેબલ લગાવવામાં આવશે અને આ મતગણતરી કેન્દ્ર ઈવીએમ-વીવીપેટના સ્ટ્રોંગ રૃમની એકદમ નજીક રહેશે.
 
આજે અમદાવાદ સહિત રાજયભરના નિયત મતગણતરી કેન્દ્રો પર વિધાનસભા ચૂંટણીના મતદાનની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાનાર છે. અમદાવાદમાં એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજ, પોલીટેકનીક કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાનાર છે. મતગણતરી અને પરિણામોને લઇ રાજકીય પક્ષોના ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને તેના ચુસ્ત સમર્થક-ટેકેદોરોએ આગોતરા આયોજન કરી રાખ્યા છે. તમામ ઉમેદવારો, તેમના પરિવારજનોની સાથે સાથે તેમના સમર્થકો-ટેકેદારો અને તેમના વિસ્તારના લોકોના દિલના ધબકારા વધી ગયા છે. આજે જાહેર થનારા પરિણામોમાં તેમની જીત થાય તે માટેની પ્રાર્થના-દુઆઓનો દોર ચાલી રહ્યો છે. તો, વળી કેટલાક ઉમેદવારો અને તેના સમર્થક-ટેકેદારોએ તો વિજયપતાકા લહેરાય માટે તે માટે જુદી જુદી બાધા-માનતા પણ રાખી દીધી છે. જેનો વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે તેવા ઉમેદવારો અને સમર્થકોએ તો વિજયયાત્રા-સરઘસ કાઢવાના અને ફટકડા ફોડી ઉજવણી કરવાના આગોતરા આયોજન પણ કરી રાખ્યા છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હોઇ ચૂંટણી રસિયાઓઓ પણ ખાસ તૈયારીઓ કરી છે, ઉત્સાહી ચૂંટણી રસિયાઓએ તો નોકરી અને ધંધા-રોજગારમાં રજા રાખી વહેલી સવારથી જ ટીવી સ્ક્રીન સામે ગોઠવાઇ જઇ લાઇવ રિઝલ્ટની મોજ માણવાનું આયોજન કર્યું છે. ગુજરાતના પરિણામો પર સમગ્ર દેશ અને દુનિયાની નજર મંડાઇ હોઇ આજે તમામ મીડિયા-ચેનલ્સ દ્વારા પરિણામોની પળેપળની માહિતી અને લાઇવ અપડેટ્સ લોકો સુધી પહોંચાડાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તર ગુજરાતની દાંતા સીટ પર કાંતિભાઈ ખરાડી બીજી વાર જીત્યાં