કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો પ્રજા સમક્ષ જાહેર કરી દીધો છે. જનતા દ્વારા બનાવેલ આ ઢંઢેરાથી ગુજરાતની જનતા ખુશ થઇ ગઈ છે તો બીજી બાજુ ભાજપમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો વગરે પર વધારે ધ્યાન આપ્યું છે. કોંગ્રેસના મેનીફેસ્ટોની મહત્વની બાબત એ છે કે તે જનતાનાં સૂચનો દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ઢંઢેરો બનાવવા જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડા પણ જોડાયા હતાં. કોંગ્રેસનો ચુંટણી ઢંઢેરો પ્રજાલક્ષી હોવાને કારણે લોકોમાં ખુબ પ્રચલિત થઇ રહ્યો છે જયારે ભાજપે હજુ પોતાનો ઢંઢેરો જાહેર કર્યો નથી.
વધુમાં કોંગ્રેસ પોતાનો ચુંટણી ઢંઢેરામાં આપેલ વચનો પાળી બતાવશે તેવી રાહુલ ગાંધીએ હૈયાધારણા આપી છે જેથી હવે ભાજપમાં ભૂકંપ આવ્યો છે. આ ચુંટણી ઢંઢેરામાં ગુજરાતનાં તમામ વર્ગોના હિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે જાહેર કરેલાં ચુંટણી ઢંઢેરા મુજબ ખેડૂતોનું દેવું માફ કરવું, ખેડૂતોને દિવસે ૧૬ કલાકની વીજળી, મહિલાઓ માટે ઘરનું ઘર, પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં રૂપિયા ૧૦ ઘટાડશે, રીક્ષા ડ્રાઈવરો માટે વેલ્ફેર બોર્ડની રચના, વીજળીના દરોમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો, ફિક્સ પગાર ધારકોને કાયમી કરવાં તેમજ સરકારી વિભાગોમાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરવી જેવી જાહેરાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.