Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#ModiCheNe ગુજરાતમાં બીજેપીને છે હવે એકમાત્ર મોદી મેજીકની આશા

#ModiCheNe ગુજરાતમાં બીજેપીને છે હવે એકમાત્ર મોદી મેજીકની આશા
અમદાવાદ , બુધવાર, 15 નવેમ્બર 2017 (17:41 IST)
. લોકસભા અને અનેક રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે રાજનીતિક પાર્ટીઓ માટે પ્રચાર ફક્ત જમીન પર નહી પણ સોશિયલ મીડિયા પર પણ જરૂરી છે. જેને જોતા ભાજપા હવે સોશિયલ મીડિયા પર ગુજરાત કૈપન શરૂ કરી નાખ્યો છે. 
ભાજપાએ શરૂ કર્યો સોશિયલ મીડિયા પર ગુજરાત કૈપન 
 
ભારતીય જનતા પાર્ટીએ મોદી છે ને ગુજરાત સેફ છે મતલબ મોદી છે તો ગુજરાત સુરક્ષિત છે અને હુ છુ વિકાસ હુ છુ ગુજરાત ના નારા સાથે ગુજરાત કૈપન સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધો છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પર નોટબંધી, ઉજ્જવલા યોજના, મેક ઈન ઈંડિયા, સ્ટેંડ અપ ઈંડિયા અને સર્જિકલ સ્ટ્રાઈકના પાંચ વીડિયો શેર કર્યા છે. ટૂંકમાં કહીએ તો આ વીડિયોમાં એ બધી યોજનાઓનો ઉલ્લેખ છે જેને મોદી સરકાર પોતાની ઉપલબ્ધિ માને છે. પાર્ટીના પેજ પર આ વીડિયોને મોદી છે ને #ModiCheNe
હૈશ ટેગ સાથે અપલોડ કરવામાં આવ્યો છે. 
 
વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે 
 
સોશિયલ મીડિયા પર થઈ રહેલ આ પ્રચારનો એક વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમા અભિનેતા મનોજ જોશીને જોઈ શકાય છે. જોશી આ વીડિયોમાં જાતિ આધારિત રાજનીતિનો અર્થ સમજાવી રહ્યા છે. વીડિયોમા કોંગ્રેસ સહિત એ  બધા નેતાઓ પર નિશાન સાધવામાં આવ્યુ છે જે જુદા જુદા મુદ્દાને લઈને કે રાજનીતિક ઓળખ બનાવી રહ્યુ છે.  આ વીડિયોમાં કોઈનુ નામ નથી લેવામાં આવ્યુ પણ સ્પષ્ટ રૂપે ઈશારો પાટીદારો માટે અનામતની માંગ કરનારા હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકુરની તરફ છે. આ વીડિયોને મંગળવારે લગભગ 5 લાખ દર્શકોએ જોઈ. બીજી બાજુ કોંગ્રેસે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર શરૂઆત નથી કરી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અસાધ્ય રોગથી પિડાતા કાળજાના કટકા માટે પિતાએ પીએમ મોદી પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યુ