કૉંગ્રેસમાં ડેમેજ કંટ્રોલની ચર્ચા વચ્ચે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત શંકરસિંહ વાઘેલાને મળવા માટે પહોંચ્યા છે. બાપુ વિદેશ યાત્રાથી પાછા ફરતાં વસંત વગડા સાથે ગેહલોત અને શંકરસિંહ વચ્ચે બેઠકમાં યોજાઇ હતી. આ બેઠક બાદ ગેહલોત અને શંકરસિંહ બાપુ પ્રેસને સંબોધી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલા મોડી રાત્રે વિદેશ પ્રવાસથી પરત ફરતાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત તેમને મળવા પહોંચ્યા હતા. વસંત વગડા ખાતે ગેહલોત અને શંકરસિંહ વચ્ચે બેઠક પૂર્ણ થઇ ગઇ. આ બેઠકમાં ફક્ત બે જ હતા. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા નહોતા.