Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ કેર : કાચી ડુંગળી ખાવાના ફાયદા

હેલ્થ કેર : કાચી ડુંગળી ખાવાના ફાયદા
P.R
ભોજન સાથે સલાડના રૂપમાં ખાવામાં આવતી કાચી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે જે શરીરના બધા રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેંડવિચ, સલાડ કે પછી ભેલ વગેરેમાં ઉપરથી નાખીને ખાઈ શકાય છે. જો તમને ડર છે કે આ ખાવાથી મોઢામાં વાસ આવશે તો તમે બ્રશ કરી લો. આવો જાણીએ કાચી ડુંગળી ખાવાના સ્વાસ્થ્યવર્ધક લાભ.

કબજિયાત દૂર કરે - આમાં રહેલા રેશા પેટની અંદર ચોંટેલા ભોજનને બહાર કાઢે છે. જેનાથી પેટ સાફ થઈ જાય છે. તો જો તમને કબજિયાત રહેતી હોય તો કાચી ડુંગળી ખાવી શરૂ કરી દો.

ગળામાંથી કફ દૂર કરે - જો તમે શરદી, કફ કે ગળામાં ખારાશથી પીડિત છો તો તમે તાજી ડુંગળીનો રસ પીવો. તેમા ગોળ કે પછી મધ મિક્સ કરી શકો છો.

બ્લીડિંગની સમસ્યા દૂર કરે - નાકમાંથી લોહી વહી રહ્યુ છે તો કાચી ડુંગળી કાપીને સૂંઘી લો. આ ઉપરાંત જો પાઈલ્સની સમ્સ્યા હોય તો સફેદ ડુંગળી ખાવી શરૂ કરી દો.

ડાયાબિટિશ કરે કંટ્રોલ - જો ડુંગળીને કાચી ખાવામાં આવે તો તે શરીરમાં ઈંસુલિન ઉત્પન્ન કરશે. જો તમે ડાયાબિટિક છો તો તેને સલાડના રૂપમાં ખાવી શરૂ કરો.

દિલની સુરક્ષા - કાચી ડુંગળી હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ કરે છે અને બંધ લોહીની ધમનીઓ ને ખોલે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે - આમા મિથાઈલ સલ્ફાઈડ અને અમીનો એ સિડ હોય છે, જે ખરાબ કેલોસ્ટ્રોલને ઘટાડીને સારુ કોલેસ્ટ્રોલ વધારે છે.

કેંસર સેલની ગ્રોથ રોકે - ડુંગળીમાં સલ્ફર તત્વ વધુ હોય છે. સલ્ફર શરીરને પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફસા અને પોસ્ટેટ કેંસ્રરથી બચાવે છે. સાથે જ આ મૂત્ર પથ સંક્રમણની સમસ્યાને ખતમ કરે છે.

એનીમિયા ઠીક કર - ડુંગળીને કાપતી વખતે આંખોમાંથી આંસુ ટપકે છે. આવુ ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે થાય છે. જ નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સલ્ફરમાં એક તેલ રહેલુ હોય છે જે એનીમિયાને ઠાક કરવામાં મદદરૂપ હોય છે. ખોરાક બનાવતી વખતે આ સલ્ફર બળી જાય છે, તેથી કાચી ડુંગળી ખાવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati