Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનું ગૌરવ - 35 વર્ષ પછી ફરી એકવાર ભારતના વડાપ્રધાન એક ગુજરાતી હશે

ગુજરાતનું ગૌરવ - 35 વર્ષ પછી ફરી એકવાર ભારતના વડાપ્રધાન એક ગુજરાતી હશે
ગાંધીનગર , શુક્રવાર, 16 મે 2014 (13:03 IST)
લોકસભાની ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. પી.એમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી નો વિજય નિશ્ચિત હોવાની સાથે એન.ડી.એ ની સરકાર સત્તામાં આવે  તેવી સંભાવના પ્રબળ બની છે. ભાજપના વિજયરથના સારથી બની હવે દેશનું સુકાન સંભાળવા મુખ્યમંત્રી શ્રી જઈ રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં પણ અનોખી રાજકીય ઉત્તેજના છવાયેલી જોવા મળી રહી છે. 
 
મુખ્યમંત્રીશ્રી સવારે ૧૧ વાગ્યે સે.૨૨ માં તેમના લઘુબંધુ શ્રી પંકજભાઈ મોદીના નિવાસ્થાન ખાતે માતૃશ્રી હીરાબાના આશીર્વાદ લેવા જશે. ત્યારે ૧૬ મી લોકસભાની ચુંટણીના પરિણામોનું મોટા ભાગનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું હશે.
મુખ્યમંત્રીશ્રી મોદી ગુજરાતની વડોદરા ઉપરાંત ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. આ બંને બેઠકોનું ચિત્ર સવારે ૧૧ વાગ્યા સુધીમાં સંપૂર્ણ સ્પષ્ટ થઇ ચૂક્યું હશે અર્થાત વિજયશ્રી ને વરેલા મુખ્યમંત્રીશ્રી પ્રથમ માતાના આશીર્વાદ મેળવશે. ત્યાર બાદ તેઓ જનતાજનાર્દનનું અભિવાદન ઝીલશે.
 
મુખ્યમંત્રીશ્રીના સે.૨૨ ના આગમનને લઇ આજે તંત્ર દ્વારા મોડી રાત સુધી સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક નિયમન માટે સે.૨૨ માં બેરીકેટસ પણ ખડકી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મોદી સે.૨૨ પંચદેવ મંદિરે પણ દર્શન કરવા જશે.
 

Share this Story:

Follow Webdunia gujarati