. લોકસભા ચૂંટ્ણી 2014 માટ મતદાનના બધા ચરણ પુરા થઈ ચુક્યા છે.. હવે બધા 16 મે ની રાહ જોઈ રહ્યા છે. જ્યારે ઈવીએમ મશીન ખુલશે અને દેશની નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે. સીએસડીએસના ખાસ પોસ્ટ પોલ બતાવી રહ્યો છ્એ કે આ વખતે ચૂંટણીમા જનાદેશ શુ છે..
ગુજરાતનો પોસ્ટ પોલ સર્વે
સર્વેનુ માનીએ તો ગુજરાતમાં બીજેપીને 53 ટકા વોટ મળી શકે છે કોંગ્રેસને 35 ટકા અને અન્યને 12 ટકા વોટ મળવાની શક્યતા છે. સર્વે મુજબ ગુજરાતમાં બીજેપીને કુલ 26 સીટોમાંથી 21 થી 25 સીટો મળી શકે છે. જ્યારેકે કોંગ્રેસને માત્ર એકથી 5 સીટો મળી શકે છે.
મહારાષ્ટ્ર પોલ સર્વે - પોસ્ટ પોલ સર્વે મુજબ બીજેપી શિવસેના ગઠબંધનને 44 ટકા વોટ મળવાનું અનુમાન છે. ત્યારબાદ કોંગ્રેસ એનસીપીને 34 ટકા આમ આદમી પાર્ટીને 3 ટકા બીએસપીને 2 ટકા અને અન્યના ખાતામાં 14 ટકા વોટ જઈ શકે છે. સીટોની વાત કરીએ તો 48 સીટોવાળા મહારાષ્ટ્રમાં બીજેપી શિવસેના ગઠબંધનને 33 થી 37 સીટો મળવાનું અનુમાન છે. જ યારેકે કોંગ્રેસ એનસીપી ગઠ્બંધનને 11 થી 15 સીટો મળવાનું અનુમાન છે
આ એક્ઝિટ પોલ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએને ૨૬૧થી ૨૮૩ બેઠખ મળી શકે છે. કોંગ્રેસના નેતળત્વમાં યુપીએની કફોડી હાલત બનેલી છે. ઇન્ડિયા ટીવી-સીવોટરના એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુપીએને ૧૦૧થી પણ ઓછી બેઠક મળશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ જોરદાર સપાટો બોલાવે તેવી સંભાવના છે. એબીપી ન્યુઝ-નેલશનના એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને જોરદાર ફાયદો થતો દેખાઈ રહ્યો છે. આના જણાવ્યા મુજબ ભાજપને ૪૬, કોંગ્રેસને આઠ, બહુજન સમાજ પાર્ટી ૧૩ અને સમાજવાદી પાર્ટીને ૧૨ બેઠકો મળશે. આવી જ રીતે સીએનએન-આઈબીએન-સીએસડીએસના એક્ઝિટ પોલ મુજબ યુપીમાં ભાજપને ૪૫-૫૩ બેઠકો મળી શકે છે. સપાને ૧૩-૧૭ બેઠક મળી શકે છે. ઇન્ડિયા ટીવી-સીવોટરના એક્ઝિટ પોલમાં ભાજપને યુપીમાં ૫૪ બેઠકો આપવામાં આવી છે. બિહારમાં પણ નરેન્દ્ર મોદીનું મોજુ ફેલાયું છે. એબીપી ન્યુઝના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૯ અને એલજેપીને બે બેઠકો મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. આરજેડીને ૧૦ અને કોંગ્રેસને ચાર બેઠક આપવામાં આવી છે.
|
૨૮૯ |
૧૦૧ |
૧૫૩ |
ઇન્ડિયા ન્યૂઝ |
|
૨૮૯ |
૧૦૧ |
૧૫૩ |
સીએનએન-આઇબીએન |