Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેલંગાના રાષ્ટ્ર સમિતિના 16 ધારાસભ્યોના રાજીનામા

તેલંગાના રાષ્ટ્ર સમિતિના 16 ધારાસભ્યોના રાજીનામા

ભાષા

હૈદરાબાદ , મંગળવાર, 4 માર્ચ 2008 (12:39 IST)
હૈદરાબાદ(ભાષા) તેલંગાના રાજ્યના નિર્માણમાં થઈ રહેલા વિલંબના વિરોધમાં તેલંગાના રાષ્ટ્ર સમિતિના 16 ધારાસભ્યોએ આજે રાજીનામા ધરી દેતાં રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર પર તેલંગાના રાજ્યના નિર્માણ માટે દબાણ લાવવા માટે પાર્ટીએ રણનિતી મુજબ આ પગલુ ઉઠાવ્યુ હતુ. 294 સદસ્યો વાળી રાજ્ય વિધાનસભામાં તેલંગાના સમિતીના 26 ધારાસભ્યો છે. જે પૈકીના દસ ધારાસભ્યો બાગી બની અન્ય પાર્ટીઓમાં જોડાઈ ગયા છે. આજે વિધાનસભા સદનની શરૂઆત થતાં જ તેલંગાનાના 16 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા.

Share this Story:

Follow Webdunia gujarati