Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોવિડ માટે ગાઈડલાઈન જાહેર, શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારો ને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોવિડ માટે ગાઈડલાઈન જાહેર, શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારો ને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન
, શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (15:13 IST)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનું દરેક પાર્ટીએ કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન રાજ્ય ચૂંટણી અયોગે જાહેર કરી છે. રાજ્યમાં હાલ કોવિડનું સંક્રમણ ધીમે ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ અચાનક તેમાં કોઈ વધારો ન આવે તેના માટે સરકાર કોઈ છૂટછાટ લેવા તૈયાર નથી. કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગર પાલિકાઓ અને તાલુક કક્ષાએ નોડલ ઓફિસરની નિમણુંક કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય કોઈ પણ ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓ ને જ મંજૂરી આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન પણ અપાયું છે.
 
 
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર (door to door campaign) માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયા છે. જો કોઈ કોવિડથી સંક્રમિત ઉમેદવાર હોય તો તેણે ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. મેળાવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપાઈ છે. પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મૂકવા સૂચન કરાયું છે. 
 
- કોવિડ સંક્રમણ રોકવા અને નિયમો ના પાલન માટે રાજ્ય કક્ષાએ થી લઈ નગર પાલિકાઓ અને તાલુક કક્ષાએ નોડલ ઓફિસર ની નિમણુંક થશે
 
 
- ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓ ને જ મંજૂરી 
 
શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારો ને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન 
 
- કોવિડ થી સંક્રમિત ઉમેદવારો ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે
, તેમને પ્રચારમાં સામેલ થવા કે પ્રચારના સ્થળે પ્રત્યક્ષ હાજર રહેવાની છૂટ આપવામાં નહિ આવે
- મેળવડાઓ માં કેન્દ્ર ના સૂચનો ના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપાઈ
 
 
- સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મુકવા સૂચન
- કાર્યરત દરેક કર્મચારીનું તાપમાન થર્મલ ગનથી માપવાનું રહેશે.
- રોડ શોમાં દર 5 વાહન પછી કાફલો છૂટો પાડવાનો રહેશે. બે કાફલા વચ્ચે 100 મીટરના અંતરને બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનો રહેશે. 
-  જાહેર સભામાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મેદાનો પર અગાઉથી નક્કી કરવાના રહેશે. સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત રહેશે. 
-  ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક-સોશિયલ માધ્યમથી કરવાનો રહેશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો, આગામી નાણાકીય વર્ષમાં જીડીપીના વિકાસના 11 ટકાના અંદાજ