Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેપી ફાધર્સ ડે - મારા પપ્પા સૌથી 'બેસ્ટ'

Father's Day  quotes messages in Gujarati
webdunia

કલ્યાણી દેશમુખ

, રવિવાર, 19 જૂન 2022 (00:23 IST)
Happy Father's Day - કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? તમારી મમ્મી તમને રોજ જમાડવાં માટે પાછળ દોડતી હોય અને તમે એક જ મિનિટમાં કહી દો છો કે મને નથી ભાવતું, બિચારી મમ્મી ફરી તમને તમારી ભાવતી વસ્તુ બનાવી આપશે. પણ કદી એ વિચાર કરો છો કે જો મમ્મી એકાદ મહિના માટે કશે જતી રહે તો?
 
શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે.
 
દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.
 
તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.
 
પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?
 
તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છે.
 
જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો અમે તમને થોડી મદદ કરીએ.
 
-એક સરસ મજાનું કાર્ડ આપો. આમ તો બજારમાં ઘણાં તૈયાર કાર્ડ મળે છે પણ તમે તમારા હાથથી બનાવીને જે કાર્ડ આપશો તે જોઈને તેમને વધુ આનંદ મળશે.
 
-તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.
 
-તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.
 
-અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.
 
આજના આ બદલતા જમાનામાં બાળકોને વધુ સારુ શિક્ષણ આપવા માટે પિતા વધુને વધુ મહેનત કરે છે. જે બાળકોના ભવિષ્ય તેઓ માટે આખો દિવસ બહાર રહે છે એ બાળકો સાથે સમય વિતાવવાનો તેમની પાસે આજે સમય નથી. તો આજે અપણે આપણા પિતાજી સાથે આજે પૂર્ણ દિવસ વિતાવી અને તેમનુ આપની જીંદગીમાં કેટલુ મહત્વ છે તે સમજીએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Father's Day - ફાધર્સ ડે પર પિતાને મોકલો આ પ્રેમભયો સંદેશ