Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

No-Confidence Motion: BJP સાંસદોએ કરી રાહુલના ભાષણની ડિમાંડ, જાણો કોણે શુ કહ્યુ

avishvas prastav
, મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (12:32 IST)
avishvas prastav
Avishwas Prastav 2023 LIVE: લોકસભામાં મંગળવારથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગંધી વિપક્ષની તરફથી પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી શકે છે.  જો આવુ થાય છે તો પીએમ મોદી અને રાહુલ ગાંધી એકવાર ફરી સદનમાં સામસામે હશે. જ્યા રાહુલ સંપૂર્ણ તૈયારી સાથે સરકાર પર તીખો હુમલો કરશે. રાહુલ ગાંધી મણિપુરને લઈને ઘેરશે. કારણ કે તેમને પોતે ત્યા જઈને ગ્રાઉંડ જીરો અવલોકન કર્યુ છે. જો રાહુલ ચર્ચાની શરૂઆત કરે છે તો પીએમના બોલવા પછી તેમને કેટલીક મુદ્દા પર સ્પષ્ટીકરણ કરવાની તક ફરીથી મળશે. જેમા રાહુલ વધુ આક્રમક થઈ શકે છે. રાહુલને ચર્ચાની શરૂઆત કરવા માટે કોંગ્રેસને આસન તરફથી પરમિશન લેવી પડશે.  ઉલ્લેખનીય છે કે  ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ દ્વારા આપવામાં આવી હતી, તેથી તેમની પાસે ચર્ચા શરૂ કરવાનો અધિકાર છે. પરંતુ જો તેઓ ઇચ્છે તો સ્પીકરને તેમની જગ્યાએ રાહુલ ગાંધીને બોલવાની તક આપવા માટે અપીલ કરી શકે છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાના દરેક અપડેટ જુઓ.

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાજ્યસભામાં પણ તાપમાન ઊંચુ હતું. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન એક વાતને લઈને એટલા ગુસ્સે થયા કે સમજાવવા છતાં તેમણે અધ્યક્ષ જગદીપ ધનખર પર પ્રહારો કર્યા. તે બૂમો પાડતા સીટ પાસે પહોંચ્યા. આનાથી નારાજ ધનખરે તેમને આખી સિઝન માટે સસ્પેન્ડ કરી દીધા હતા.  

 મંગળવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા અજીબોગરીબ સ્થિતિ ઉભી થઈ હતી. કૉંગ્રેસના ગૃહના ઉપનેતા ગૌરવ ગોગોઈ અવિશ્વાસની પ્રસ્તાવને રજુ કરવા માટે ઉભા થયા ત્યારે, ભાજપના સાંસદોએ તેનો વિરોધ કર્યો, કહ્યું કે  રાહુલ ગાંધી દ્વારા પ્રસ્તાવ રજુ કરવામાં આવે. આ અંગે વિપક્ષ તરફથી પત્ર પણ મોકલવામાં આવ્યો હતો.  સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે પહેલા રાહુલ ગાંધીનું ભાષણ સાંભળવા માંગીએ છીએ. રાહુલ દ્વારા પ્રસ્તાવ રજુ કરવો જોઈએ, જેથી તેઓ ગૃહમાં પ્રથમ ભાષણ આપે. જો કે, ગૌરવ ગોગોઈએ જ ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો અને તેમના વતી શરૂઆતનું ભાષણ પણ આપવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિ-પત્નીએ ફ્લાઈટમાં કર્યો ઝઘડો: VIDEO