राम नाम उर मै गहिओ जा कै सम नही कोई।।
जिह सिमरत संकट मिटै दरसु तुहारे होई।।
જેમના સુંદર નામને સહૃદયમાં વસાવી લેવા માત્રથી કામ પૂર્ણ થઈ જાય છે. જેમના જેવુ બીજુ કોઈ નામ નથી. જેમના સ્મરણ માત્રથી બધા સંકટો દૂર થઈ જાય છે. એવા શ્રીરામને કોટિ-કોટિ પ્રણામ, પ્રભુએ રાવણ રૂપી દુર્ગુણોનો નાશ કરવા માટે મનુષ્યનુ રૂપ ધારણ કર્યુ. પ્રભુ શ્રીરામની ભક્તિને કળયુગમાં ફક્ત નામના આધાર પર પૂર્ણ માનવામાં આવે છે.
कलयुग जोग न जग्य न ग्याना ।।
एक आधार राम गुण गाना ।।
અર્થાત કળયુગમાં ન તો ય ઓગ, ના તો યજ્ઞ અને ન તો જ્ઞાનનું મહત્વ છે. એક માત્ર રામના ગુણગન જ જીવોનો ઉદ્ધાર કરવા માટે પૂરતુ છે. સંતોનું કહેવુ છે કે પ્રભુ શ્રીરામની સેવામાં કપટ, દેખાવો, છળ નહી પણ આંતરિક ભક્તિનુ જ મહત્વ છે. અર્થાત દશેરા પર રાવણ નહી પણ આંતરિક ચળ-કપ, દ્વેષના રાવણને સળગાવવો જોઈએ. સત્ય રૂપી રામ પ્રગટી જશે. આ જ દશેરા પર રાવણ દહનનું મહત્વ છે.
દશેરાના દિવસે વિવિધ શુભ મુહુર્ત
3 ઓકટોબરે 2014 શુક્ર્વારે 9.45 પર દશમી તિથિ આવશે અને બીજા દિવસે સવારે 7.25 સુધી રહેશે આથી રાવણ દહન 3 ઓકટોબરે ઉજવશે.
11.48 થી 12.12 સુધી ( આ મૂહૂર્ત બધા શુભ કાર્ય કરવા માટે શુભ છે આ સમયે કરેલ કર્યોમાં કયારે વિઘ્ન નથી આવતા
હનુમાન ચાલીસા, આદિત્ય હ્રદય સ્ત્રોત, રામરક્ષા સ્ત્રોત, દુર્ગા ચાલીસા અને સુંદરકાંડમાંથી કોઈ એકનુ પઠન કરો.
વાહન પૂજાનું મુહુર્ત : સવારે 12,10 થી 1:20 સુધી
તમારા વાહનોને ધોઈને ચમકાવી દો. તેન ઉપર ફૂલમાળા ચઢાવો અને સમસ્ત દેવી-દેવતાઓનુ સ્મરણ કરી નવગ્રહોનું સ્મરણ કરીને પૂજા કરો.
એક નક્ષત્ર મુહુર્ત :
11.48 થી 12.12 સુધી ( આ મૂહૂર્ત બધા શુભ કાર્ય કરવા માટે શુભ છે ) આ મુહુર્ત બધા પ્રકારના કાર્ય શરૂઆત કરવ માટે છે. આ મુહુર્તમાં શરૂ કરવામાં આવેલ કાર્યોમાં કોઈ વિધ્ન નથી આવતુ. આ મુહુર્તમાં પૂજન કરી કોઈ પણ શુભ મનોકામના કરવામાં આવે તો તે જરૂર પૂરી થાય છે.
રાવણ દહનનું મુહુર્ત : સાંજે 4:45થી 06:06 સુધી. ચર મૂહૂર્તમાં રાવણ દહનના ખૂબ જ શુભ મુહુર્ત છે.
રાવણ દહન પહેલા માં અંબા ભવાની અને બજરંગ બલીની આરાધના કરવી જોઈએ. ભગવાન શ્રીરામની અર્ચના કરવી જોઈ. ત્યારબાદ શ્રીરામના જયકારા સાથે રાવણ દહનનું કાર્ય સંપન્ન કરવુ જોઈએ.