Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબે મા પાય લાગું રે

મારે મંદિરીએ આવો રે

અંબે મા પાય લાગું રે
અંબે મા પાય લાગું રે
માજી પથ્‍થરમાંથી પ્રગટ થયાં રે,
માજી વસિયાં ડુંગર માંય, રે અંબે
માજી પથ્‍થરમાંથી પ્રગટ થયાં રે,
માજી વસિયાં ડુંગર માંય, રે અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી પિત્તળ લોટા જળે ભર્યા રે.
માજી દાતણ કરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી ના'વણ કુંડિયો, જળે ભરી રે.
માજી ના'વણકરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી રાંધી રસોઈ હેતથી રે
માજી ભોજન કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી મુખવાસ આપીશએલચી રે.
માજી મુખવાસ કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી રમવા આપીશ સોગઠાં રે.
માજી રમત રમતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી પોઢણ આપીશ ઢોલિયા રે.
માજી પોઢણ કરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી આપીશ કુમકુમ લાલ રે.
માજી ટીલડી કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી આપીશ નવલખહાર રે.
માજી શ્રૃંગાર સજતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી ગુણતારા સૌ ગાય રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી આવી ગરબા ગાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.


મારે મંદિરીએ આવો રે
એકવાર, એકવાર, એકવાર મૈયા !
મારે મંદિરીએ આવો રે.
મ્‍હારે મંદિરીએ આવો મ્‍હારી મૈયા !
મારે આંગણિયાં શોભાવો રે... એકવાર.
નાનેરાં બાળપણ આશ ઘણી મોટી,
પૂરી કરીને જ જાવો રે... એકવાર.
આભલાના તારલા હાથમાં રમાડું,
ચાંદલાને ચૂંટી લાવો રે... એકવાર.
કાળ-મહાકાળની પકડાવો ચોટલી,
મૃત્‍યુથી અમને બચાવો રે... એકવાર.
કાયાના કાંગરે ફરકાવો વાવટા,
જ્‍યોતિમાં જ્‍યોતિ મિલાવો રે... એકવાર.
પોતાનો જાણીને પાર ઉતારો,
ખૂબ ખૂબ લાડ લડાવો રે.... એકવાર.
‘શંકર' બીજું કાંઈ ના માગે
રાજી કરીને રાજી થાઓ રે... એકવાર.
એકવાર, એકવાર, એકવાર મૈયા !
મ્‍હારે મંદિરીએ આવો રે.

Share this Story:

Follow Webdunia gujarati