Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર
, ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (15:08 IST)
ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર 2024ના રોજ મનાવાશે. આ દિવસે બુધ ગ્રહ પણ રાશિ પરિવર્તન કરશે. લક્ષ્મી  કુબેર સાથે સંબંધિત ધનતેરસનો તહેવારના દિવસે બુધ રાશિ પરિવર્તન કરતા જ લક્ષ્મી નારાયણ યોગનુ નિર્માણ થશે.  જોકે બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે જ્યા શુક્ર પહેલાથી વિરાજમાન છે. તેથી શુક્ર-બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ નિર્મિત થશે.  આ યોગનો ફાયદો રાશિચક્રની કંઈ રાશિઓને મળશે આવો જાણીએ. 
 
વૃષભ -  શુક્ર તમારી રાશિનો સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં બુધની સાથે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. આ સંયોગને કારણે તમને ભાગ્યનો સાથ મળશે. કરિયરના ક્ષેત્રમાં તમે પ્રગતિના પંથે આગળ વધી શકો છો. બગડેલા કામ પણ આ સમયગાળામાં પૂરા થઈ શકે છે. ધનની દેવી લક્ષ્મી આ રાશિના લોકો પર આશીર્વાદ વરસાવી શકે છે અને તેમને ધનવાન બનાવી શકે છે. નવેમ્બર મહિનામાં તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તમારું વલણ આશાવાદી રહેશે અને તેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો. તમે આ સમયગાળા દરમિયાન પ્રેમ સંબંધોમાં સુધારો પણ જોવા મળશે. 
 
મિથુન રાશિ - લક્ષ્મી નારાયણ યોગને કારણે ધનતેરસ પછીનો સમય તમારે માટે ખૂબ જ ખાસ રહી શકે છે. આ દરમિયાન સમાજમાં તમારી ખ્યાતિ વધશે. હરિફો પર આ સમય દરમિયાન તમે હાવી રહેશો. જે પણ કાર્ય કરી રહ્યા છો તેમા ભાગ્યનો પણ  તમને પૂરો સહયોગ પ્રાપ્ત થશે.  પૈસા સાથે જોડાયેલ પરેશાનીઓનો અંત આવી શકે છે. નવેમ્બર મહિનામાં કેટલાક જાતકોને અચાનક મોટો ધન લાભ મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે પણ ધનતેરસ પછીનો સમય સફળતાદાયક સાબિત થઈ શકે છે. 
 
કર્ક રાશિ - કોઈ મોટી ડીલ આ રાશિના વેપારીઓને ધનતેરસ પછી મળી શકે છે. કરિયરનો ગ્રાફ નવેમ્બર મહિનામાં ઊંચાઈઓ પર પહોચશે.  તમારા પરિવારના સભ્યો તમારા દ્વારા કરવામાં આવેલા કામથી ખુશ રહેશે. તમે વ્યક્તિગત રીતે પણ તમારામાં સારા ફેરફારો લાવવાનો પ્રયાસ કરશો. આ રાશિના જાતકોને કામના સંબંધમાં યાત્રાઓ પર પણ જવું પડી શકે છે, જો કે આ યાત્રાઓ ફાયદાકારક સાબિત થશે. તમે સામાજિક સ્તરે કોઈ પ્રશંસનીય કાર્ય કરી શકો છો.
 
વૃશ્ચિક - લક્ષ્મી નારાયણ યોગનુ નિર્માણ તમારી જ રાશિમાં થવા જઈ રહ્યુ છે. જેને કારણે બૌદ્ધિક રૂપથે તમે ખુદને સશક્ત જોશો. ઉચ્ચ શિક્ષા અર્જીત કરી રહ્યા છો કે કોઈ કોમ્પિટેટીવ એકઝામની તૈયારીમાં લાગ્યા છો તો નવેમ્બર મહિનામાં રિઝલ્ટ તમારા પક્ષમાં આવી શકે છે. આ દરમિયાન સમાજના ગણમાન્ય લોકો સાથે તમારી મુલાકાત થવાની શક્યતા છે.  આર્થિક રૂપથી તમે સશક્ત રહેશો અને ધન કમાવવાના નવા નવા સ્ત્રો તમને પ્રાપ્ત થઈ શકે છે.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ