Bhai Dooj 2023: ભાઈ બહેનના બંધન સાથે જોડાયેલ ભાઈ બીજનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. ભાઈબીજના તહેવારમાં કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. બીજી બાજુ આ તહેવારમાં વાસ્તુનુ પણ ખૂબ મહત્વ છે. ભી બીજનુ તિલક લગાવતી વખતે કંઈ દિશામાં બેસીને ટીકો લગાવવો જોઈએ અને કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ આવો જાણીએ અમારા જ્યોતિષ અનિરુદ્ધ જોશી પાસેથી.
તિલક લગાવતી વખતે દિશાનુ રાખો ધ્યાન
અહી જરૂરી વાત એ છે કે તિલક લગાવતી વખતે ભાઈનુ મોઢુ કંઈ દિશામાં હોવુ જોઈએ. તિલક સમયે ભાઈનુ મોઢુ ઉત્તર કે ઉત્તર પશ્ચિમમાંથી કંઈ એક દિશામાં હોવુ જોઈએ અને બહેનનુ મોઢુ ઉત્તર કે પૂર્વમાં હોવુ જોઈએ. જ્યારે કે પૂજા માટે પાટલો ઉત્તર પૂર્વ દિશામાં બનાવવો જોઈએ. પૂજામાં ચૉક બનાવવા માટે લોટ અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે.
ભાઈ પાસે ન હોય તો રીતે લગાવો તિલક
વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ ભાઈ દૂજની પૂજા વિશે. ભાઈ બીજનો આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતિક છે અને આ દિવસે બહેનને કંકુનુ તિલક લગાવીને ભાઈની પૂજા કરવી જોઈએ. જેમની પાસે ભાઈ ન હોય તે ગોળો બનાવીને તિલક લગાવી શકે છે અને પછી જ્યારે ભાઈ મળે તો તેમને આપી દો.
તિલક લગાવવાનુ શુભ મુહૂર્ત
ભાઈ બીજ પર બહેનો પોતાના ભાઈઓને આજે એટલે કે 15 નવેમ્બર 2023ના રોજ બુધવારે તિલક લગાવે છે. તો આ માટે આજનો સમય સવારે 10 વાગીને 40 મિનિટથી લઈને બપોરે 12 વાગ્યા સુધી રહેશે. આ મુહૂર્તમાં આજે બહેનો પોતાના ભાઈઓને ક્યારે પણ તિલક લગાવી શકે છે.
Edited by - Kalyani Deshmukh